Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે આલુ ,પ્યાઝ પનીર પરાઠાને છોડો અને બનાવો દાલ પરાઠા, હેલ્ધી પણ સ્વાદમાં ટેસ્ટી પણ

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ ચણાની દાળનું શાક કે ચણાની દાળની કચોરી ખાધી જ હશે જો કે આજે આપણા ચણાની દાળના પરોઠા બનાવતા શીખીશું, જે ખૂબ જ ઈઝી છે અને તેને બનાવવા માટે ઓછી મહેનત પણ થશે તો ચાલો જોઈએ આ પરાઠા બનાવાની નવી રીત

સામગ્રી

સૌ પ્રથમ ચણાની દાળને બરાબર બાફઈલો, હવે દાળને કાણા વાળા વાસણમાં નિતારીલો

હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈલો, તેમાં દાળ નાખીને બરાબર મિક્સ કરો

હવે તેમાં મરચા ,લસણ ,મીઠું ,અઝમો ,હરદળ ,લીલા ધણા નાથીને બરાબર લોટ બાંધીલો, દાળ ભીની હોવાથી પાણી નાખવાની પહેલા જરુર નહી પડે, ત્યારે બાદ જો જરુર લાગે તો જ પાણી નાખવું,

હવે એક પ્લાસ્ટિકની કોથળી પાટલી પર રાખીને તેના પર નાની નાની સાઈઝના પરાઠા વળીલો,

તેને હવે તવીમાં ઘીમી આંચ પર બ્રાઉન થાય તે રીતે બન્ને બાજૂ તળી લો, તૈયાર છે તમારા ચણાની દાળના ક્રિસ્પી પરોઠા.

આ પરોઠા ચા સાથે અને સોસ કે ચટણી અથવા દહીં સાથે ખાઈ શકાય છે.