Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ગરમીની સિઝનમાં સાંજના ભોજનમાં બનાવી શકો છો આ કર્ડસાઈસ

Social Share

સાહિન મુલતાનીઃ-

હાલ ઉનાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં દેરક ઘરોમાં સાંજે હળવું ભોજન લેવામાં આવતુ હોય છે જેથી કરીને એસિટિડી પણ ન થાય અને પેટ હળવું રહે મોટાભાગના લોકો ખિચડી અને ભાખરી ખાવાનું પસંદ કરે છે પરંતુ આજે આપણે દંહી વાળઆ ભાત બનાવાની રીત શીખીશું જે ખાવામાં હળવો અને સ્વાદિષ્ટ હશે.

સામગ્રી

દહીં રાઈ બનાવાની રીત

સૌ પ્રથમ રાઈસને ઉકળતા પાણીમાં જ્યા સુધી પાકી જાય ત્યા સુધી બાફીલો ત્યાર બાદ ઓસાવી લો અટલે કે કાણાવાળી ચારણીમાં ભાતમાંથી પાણી નીતારી લો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો

તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડીને કઢી લીમડાના પાન અને જીરુ એડ કરીલો

હવે તેલમાં સમારેલી ડુંગળી અને સમારેલા લીલા મરચા એડ કરીલો.

હવે આ વધારમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખઈને દહી નાખીદો ત્યાર બાદ તરત જ તેમાં ઓસાવેલા ભાત એડ કરીને ઢાકણ ઢાકરીને 3 મિનિટ થવાદો

તૈયાર છે તમારા કર્ડ રાઈસ, ઉપરથી લીલા ઘાણા નાખીને તેને સર્વ કરો