Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-હવે નાસ્તામાં બ્રેડ પર લગાવો આ વ્હાઈટ પોટેટો ચિઝ સોસ, 10 મિનિટમાં બનીને થઈ જશે તૈયાર

Social Share

સાહિન મુલતાનીઃ-

બટાકા એવું કંદમૂળ છે કે આજે બટાકા વિના કોઈ પણ વાનગી બનાવવી નુશ્કેલ છે,બટાકા દરેક ચીજ વસ્તુમાં ઉપયોગમાં લેવાય છે, સમોસા હોય વડાપાઉ હોય કે સેન્ડવિચ બટાકાનો દરેકમાં ઉપયોગ થાય છે પરંતુ આજે એક સરળ નાસ્તો બનાવાની રીત જોઈશું જે પોટેટો સોસ છે જે બનાવીને તમે બ્રેડ પર લગાવીને નાસ્તામાં ખાય શકો છો જે ખાવામાં ટેસ્ટી ચિઝી હોય છે,

સામગ્રી

પોટેટો સોસ બનાવાની રીતઃ-

સૌ પ્રથમ બાફેલા બટાકાને છીણીમાં છીણીલો ધ્યાન રાખવું બટાકાના ગાંગળા ન રહે બટાકા બરાબર મેશ થઈ જવા જોઈએ.

હવે એક કઢાઈમાં બટરને ગરમ કરો, બટર ગરમ અને મેલ્ટ થવાદો

હવે આ મેલ્ટ બટરમાં લીલા ઘાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર અને મીઠું એડ કરીને બરાબર મિક્સ કરીદો

હવે આ મિશ્રણમાં ક્રશ કરેલા બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો

ત્યાર બાદ તેમાં મોઝરેલા ચિઝ નાખીને કઢાઈ પર ઢાકણ ઢાંકીને 5 મિનિટ ગરમ કરીદો,

5 મિનિટ બાદ ચિઝ મેલ્ટ થઈ જશે એઠલે તેમાં બરાબર ચમચા વડે મિક્સ કરીદો

તૈયાર છે તમારો પોટેટો વ્હાઈટ સોસ

હવે આ સોસોને તમે બ્રેડ પર લગાવીને મજાથી ખાય શકો છો.

જો તમને વધુ સ્પાઈસી કે ટેસ્ટી જોઈએ તો મસાલા તમારા રીતે વધઘટ કરી શકો છો.