Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- થોડાક જ પનીરમાં વધારે સબજી બનાવા માટે જોઈલો આ ટ્રિક , સબજી બનશે સ્વાદિષ્ટ અને ગ્રેવી પણ વધારે બનશે

Social Share

સાહિન મુલતાનીઃ-

પંજાબી સબજી સૌ કોઈની પ્રિય હોય છે એમા પણ જો પનીર સમાલા હો, કે બટર પનીર હોય કે પછી કાઢાઈ પનીર કે તવા પનીર હોય એટલે ખાવાની મજા બે ગણી થઈ જાય છે, ઘણી વખત એવું બને છે કે પનીર ઘરમાં ઓછી માત્રામાં હબોય છે જેમ કે 100 ગ્રામ કે 200 ગ્રામ જ હોય અને ખાવા વાળઆ 10 થી વધુ હોય તો સ્વાભાવિક વાત છે કે પનીર ઓછું પડે, પણ જો તમે આટલા જ પનીરમાં સૌ કોઈનું પેટ ભરવા માંગો છો તો તમારા માટે અમે એક મસ્ત ટ્રિક લઈને આવ્યા છએ, જેનાથી માત્ર 200 ગ્રામ પનીરના શાકમાં આરામથી 6 થૂ 8 લોકો ભોજન લઈ શકશે.

આ સબજી બનાવવા નમાટે તમારે સૌ પ્રથમ પનીરને મોટૂ મોટૂ છિણી લેવું પડશે, ત્યાર બાદ તમારે 2 નંગ મોટી ડુંગળી 3 નંગ મોટા ટામેટા(નાના હોય તો 4 લેવા), 50 ગ્રામ કાજુ, 25 ગ્રામ મગજતરી આ ચારેય વસ્તુને મિક્સ કરીને ગ્રેવી બનાવાની રહેશે.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરુ, લવિંગ, તજ પત્તા, મરી, તજ બાદીયા નાખીને સાંતળો, ત્યાર બાદ કાંદા, ટામેટા કાજૂ વાળી ગ્રેવી કઢાઈમાં એડ કરીલો હવે આ ગ્રેવીને તેલ છૂટૂ પડે ત્યા સુધી સાંતળો.

ગ્રેવીમાંથી તેલ છૂટૂ પડવા લાગે એટલે તેમાં તમાપા ટેસ્ટ એકોડિંગ લાલ મરચું , મીઠું, હરદળ એડ કરીને મિક્સ કરીલો, હવે 2 મિનિટ બાદ તેમાં છીણેલું પનીર એડ કરો, ત્યાર બાદ 3 ચમચી ભરીને મલાઈ તથા , 150 ગ્રામ જેટલું દૂધ એડ કરીને ગેસની ફ્લેમ ઘીમી કરી 5 મિનિટ સુધી થવાદો.તૈયાર છે તમારું પનીર ભૂરજી ઓછા પનીરમાં વધુ હગ્રેવી વાળું સ્વાદિષ્ટ શાક.