Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- પનીર અને બ્રેડની આ ડિશ હવે તમારા બાળકો માટે ટ્રાય કરો

Social Share

સાહિન મુલતાની-

બ્રેડમાથી આપણે ઘણી બઘી વાનગીઓ બનાવતા હોઈએ છે જો કે આજે બ્રેડરોલ બનાવતા શીખીશું માસાન્ય રીતે બ્રેડરોલ બટાકામાંથી બનતા હોય છે જો કે આજે આપણે પનીર વાળઆ બ્રેડ રોલ બનાવીશું

સામગ્રી

સૌ પહેલા તો બ્રેડની ચારેબાજૂથી કોરને ચપ્પુ વડે કાઢીલો અને બ્રેડને પાટલી પર રાખીને વણીલો જેથી કરીને બ્રેડ ચપટૂં ્ને સાઈઝમાં વધી જાય

હવે  છીણલું પનીર એક બાઉલમા લઈલો, હવે તેમાં  ડુંગળી, મીઠું, લીલા ઘણા અને લીલા મરચા એડ કરીને બરાબર હાથ વડે મિક્સ કરીલો, 

હવે આ મિશ્રણમાં છીણેલું ચિઝ પણ એડ કરીલો

હવે એક બ્રેડની સ્લાઈસ લો, તેને પાલટી પર રાખીને રોટલીની જેમ વેલણ વડે વણીલો, આજ રીતે બઘા જ બ્રેડને વણીલો જેથી બ્રેડ પાતળી થઈ જશે,

હવે એક મોટા પહોળા બાઉલમાં પીવાનું પાણી લો, ત્યાર બાદ તમારા બન્ને હાથ પાણી વાળા કરો , અને તેમાં એક બ્રેડની સ્લાઈસ લઈને હાથની વચ્ચે દબાવો,જેથી બ્રેડ પર પાણી લાગતા બ્રેડ નરમ પડી જશે.

હવે પાટલી પર એક પ્લાસ્ટિક લગાવી લો, તેમાં પાણી વાળું કરેલું બ્રેડ રાખો, ત્યાર બાદ આ બ્રેડમાં જરુર પ્રમાણે રોલ બને તે રીતે પનીરનું સટફઇંગ ભરીને બ્રેડનો રોલ વાળઈલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો ,તેલ બરાબર ગરમ થાય એટલે આ રોલને ડિપ તેલમા તળીલો, બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યા સુધી રોલ તળો, ધ્યાન રાખવું કે બ્રેડ બરાબર ચોંટવું જોઈએ નહી તો પનીર છૂી પડી શકે છે.