Site icon Revoi.in

કિચન ટિપ્સ – ઘરમાં બ્રેડ પડ્યા હોય ત્યારે તેમાંથી આ રીતે બનાવો બ્રેડ મસાલા ટૂકડા, ખાવામાં લાગે છે એકદમ ટેસ્ટી

Social Share

સાહિન મુલતાનીઃ-

ઘણી વખત આપણાને ક ટાઈમની ભૂખ લાગે છે અને ત્યારે આપણાને શાક રોટલી કે ખીચીડી દાળ ભાત નથી ખાવા હોતા કંઈક ટેસ્ટી અથવા ચટપટૂ ખાવાનું મન થાય છે તો આજે જાણીશુ બ્રેડમાંછી બનતા નાસ્તાની રેસિપી જે 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે, અને બેઝિક સામગ્રીમાંથી બની પણ જશે.

સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરુ અને ડુંગળી સાતંળી લો

હવે તેમાં લીલા મરચા અને લસણ એડ કરીને સાંતળો

હવે તેમાં બ્રેડના ટૂકડાઓ એડ કરીદો ત્યાર બાદ તેને તવીથા વડે બરાબર ફેરવી લો

હવે તેમાં ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, ટામેટા સોસ, લીલા ઘાણા એડ કરીને બરાબર મિક્સ કરીને કઢાઈ પર ઢાકણ ઢાકીને 2 મિનિટ થવાદો, તૈયાર છે.

જો તમે ઈચ્છો તો તેમાં ચિઝ પણ એડ કરી શકો છો જેથી ચિઝી બ્રેડ બનશે, તો તૈયાર છે બેઝિક સામગ્રીમાંથી બનતો આ ટેસ્ટી ચટપટો નાસ્તો