Site icon Revoi.in

અમદાવાદ સહિત 4 મહાનગરો અને ઘોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સ્થળોએ પતંગોત્સવ યોજાશે

Social Share

અમદાવાદઃ ઉત્તરાણના પર્વને હવે પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે પતંગોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગોત્સવ અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં તેમજ વડનગર, દ્વારકા, કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તથા સોમનાથ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાશે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટ ની થીમ રાખવામાં આવશે

ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વિવિધ કલાકારો ભાગ લેતા હોય છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ અમદાવાદ સહિત 4 મહાનગરોમાં યોજાશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટ ની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટ 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટ યજમાની કરી રહ્યો છે, જેથી G-20 સમિટ કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદી નાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પતંગોત્સવ યોજાશે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ પતંગોત્સવ યોજાશે. ઉપરાંત વડનગર, દ્વારકા, કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ,   ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાશે. ગુજરાતમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને જી-20 સમિટની થીમ પર ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ વખતે દેશ પહેલીવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, આવી સ્થિતિમાં G-20 સમિટના કેટલાક ભાગો કાઈટ ફેસ્ટિવલમાં જોવા મળશે. કાઈટ ફેસ્ટિવલમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે.