Site icon Revoi.in

કિટન ટિપ્સઃ- સફેદ કઢી બનાવવાની સૌથી ઈઝી રીત જોઈલો, થોડીજ મિનિટમાં બનીને થઈ જશે રેડી

Social Share

શિયાળાની સિઝનમાં ગરમા ગરમ કઢી પીવાની મજા જ કમક અલગ હોય છે, ગુજરાતીઓની પસંદગી વાનગીઓમાં એક કઢી પણ છે, ગુજરાત ભરમાં સાંજના ભોજનમાં કઢીનો સમાવેશ થતો જ હોય છે, આમ તો જૂદા જૂદા વિસ્તારોમાં અલગ અલગ કઢી બનતી હોય છે, જેમ કે સફેદ કઢી,પીળી કઢી મીઠી કઢી તો આજે વાત કરીએ સફેદ કઢી બનાવાની જે ખાવામાં પણ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ઈઝી છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ કઢી

સામગ્રી

કઢી બનાવવાની રીત

સો પ્રથમ એક બાઉલમાં છાસ લઈલો, હવે તેમાં જરુર પ્રમાણે મીઠું, આદુ-મરચા અને લસણની ખાડેલી પેસ્ટ અને બેસન એક કરીને વલોણીથી બરાબર મિક્સ કરીલો. બેસનના ગાઠા ન પડે તે ખાસ ધ્યાન રાખવું.

હવે એક કઢાઈમાં તેલ લો,  તેમાં રાય ફોડો, હવે જીરુ એડ કરીને કઢી લીમડો અને મેથી એડ કરો ત્યાર બાદ તેમાં કઢીનું તયાર કરેલું મિશ્રણ એડ કરીલો, હવે ઘીમા તાપે કઢીને ઉકાળતા રહો, હવે કઢી ઉકળી જાય એટલે તેમાં લીલા ધાણા એડ કરીને કઢીને ઉતારીલો.

તૈયાર છે તમારી ગરમા ગરમ કઢી તમે તેને પી શકો છો અને ખીચડી સાથે પણ શકો છો. આ  કઢી પીવાથી શરદીમાં પણ રાહત થાય છે, ગળાના દુખાવામાં રાહત મળશે.