Site icon Revoi.in

ઉત્તરાખંડમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિર વિશે જાણો છો? આવો ગજબ છે તેનો ઈતિહાસ

Social Share

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતીએ આ સ્થાન પર ધ્યાન કર્યું હતું. આ કારણથી દર વર્ષે હજારો ભક્તો અહીં દેવી પાર્વતીના આશીર્વાદ લેવા આવે છે.

પાર્વતીકુંડ જવા માટેનો રસ્તો પણ કઈક આવો છે કે જો તમારે પાર્વતી કુંડ જવું હોય, તો ત્યાં સુધી પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે, જે ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશના પિથોરાગઢ જિલ્લામાં આવેલું છે. અહીંથી, સડક માર્ગે પર્વતોમાંથી લગભગ 250 કિમીની મુસાફરી કર્યા પછી, પાર્વતી કુંડ 5,338 ફૂટની ઊંચાઈ પર આવે છે.

દરિયાની સપાટીથી લગભગ 6,200 ફૂટની ઊંચાઈ પર આવેલું આ શિવ મંદિર ખૂબ જ ખાસ છે. આ મંદિરનો ઈતિહાસ અંદાજે 2500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. પથ્થરમાંથી બનેલા 124 નાના મંદિરો પણ છે. એવું માનવામાં આવે છે કે શિવ ઉપાસનાની પ્રથમ પરંપરા અહીંથી શરૂ થઈ હતી. આ મંદિરમાં પૂજા કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે કુમાઉ વિસ્તારમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામની મુલાકાત લીધી. પીએમએ આ બે સ્થળોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને આ સ્થળોની મુલાકાત લેવાની અપીલ પણ કરી હતી.