Site icon Revoi.in

જાણો પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરેલી વાતોના કેટલાક અંશો

Social Share

આજરોજ પીએમ મોદીએ મન કી બાત કાર્.ક્રમનો 97મો એપિસોડ રજૂ કર્યો હતો આ કાર્.ક્રમ થકી તેમણે દેશવાસીઓને સંબંધિત કર્યા હતા. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત દ્રારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આ વખતે તેમણે ઘણા મહત્વની વાતો જનતા સાથે સેર કરી હતી.

 પીએમ મોદીએ દેશવાસીઓને ‘નવા ભારત’ વિશે જણાવ્યું. આ ઉપરાંત તેમણે આદિવાસી સમાજની ભૂમિકા અને પદ્મ એવોર્ડ મેળવનાર વ્યક્તિત્વ વિશે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઘણા પાસાઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ સહીત તેમણે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન ફરજ બજાવતા કામદારોને જોઈને ખૂબ આનંદ થયો તે વાત શેર કરી હતી. પ્રથમ વખત આ પરેડમાં ભાગ લેનાર મહિલા ઊંટ સવારો અને CRPFની મહિલા ટુકડીની પણ ખૂબ પ્રશંસા પણ કરી છે.

 પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને આપણે ભારતીયોને પણ એ વાત પર ગર્વ છે કે આપણો દેશ લોકશાહીની માતા પણ છે. લોકશાહી આપણી નસોમાં છે, આપણી સંસ્કૃતિમાં છે. તે સદીઓથી આપણી કામગીરીનો પણ અભિન્ન ભાગ રહ્યો છે. આપણે સ્વભાવે લોકશાહી સમાજ છીએ.

PM મોદીએ ગોવામાં પર્પલ ફેસ્ટની ચર્ચા કરી ગોવામાં પર્પલ ફેસ્ટ ઈવેન્ટ યોજાઈ હતી. વિકલાંગોના કલ્યાણ માટે આ એક અનોખો પ્રયાસ હતો. જેમાં અમારા 50 હજારથી વધુ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. અહીં આવેલા લોકો એ વાતથી રોમાંચિત હતા કે તેઓ હવે ‘મીરામાર બીચ’નો સંપૂર્ણ આનંદ માણી શકશે.

પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે ભારતના પ્રસ્તાવ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ બંનેનો નિર્ણય લીધો છે. યોગનો સંબંધ સ્વાસ્થ્ય સાથે પણ છે અને બાજરી પણ સ્વાસ્થ્યમાં મહત્વનો ભાગ ભજવે છે. બંને ઝુંબેશમાં જનભાગીદારીથી ક્રાંતિ થઈ રહી છે.