Site icon Revoi.in

જાણીલો તમારા હેરને નેચરલ કર્લી કરવા માટેની કેટલીક કામની ટિપ્સ, વાળ નહી થાય ખરાબ

Social Share

દરેક મહિલાઓ પોતાની હેરસ્ટાઈલનું પણ ખાસ ધ્યાન રાખે છે,આ સાથે જ આજકાલની સ્ત્રીઓને પોતાના હેર ખુલ્લા રાખવાનો પણ ઘણો શોખ હોય છે, ઘણી સ્ત્રીઓ હેર સ્ટ્રેટ કરાવે છે તો કેટલીક મહિલાઓ કર્લી કરાવે છે, જો કે ા બન્ને ટ્રિટચમેન્ટ ખર્ચાળ છે સાથે જ કેમેકલ અને સિરમ જેવી વસ્તુઓથી વાળ બગડી જવાનો ભય છે જો વાકડીયા વાળની વાત કરીએ તો અનેક કેમકિલ કે હિટ આપીને વાળને વાકડીયા કરવામાં આવે છે જો કે આજે કેટીલક નેટરલ ટ્રિક જોઈશું જેનાથી વાળને કર્લી કરી શકાશેય

વાળને કર્લી બનાવવા છે તો અપનાવો આ ટિપ્સ

સૌ પ્રથમ હેર વોશ કરીને કનંડિશનર કરવાનું રાખો, ત્યાર બાદ વાળને કોરા કર્યા વિનાજ અંબોળો વાળી દો, આ અંબોળો 2 થી 3 કલાક રહેવાદો,ત્યાર બાદ અંબોળો ખોલીદો, આમ કરવાથી અંબોળાના શેપમાં તમારા વાળ કર્લી થઈ જશે, પછી ગૂંચ કાઢવી નહી.

તમારા વાળને વોશ કર્યા બાદ ભીના વાળના 10 થી 12 ભાગ કરી દો, ત્યાર બાદ એક એક ભાગને આંગળી વડે ગોળ ગોળ રિંગ બનાવીને પીન વડે ફીટ કરીલો, આમ બધાજ વાળના ભાગને કરવું, હવે 2 કલાક બાદ આ પીન કાઢી લેવી, હવે તમારા વાળ એકડમ કર્લ વળી ગયા હશે, ત્યાર બાદ વાળમાં હળવા હાથે સીરમ લગાવી લો.

જો તમને એકદમ વધુ પડતા કર્લી વાળ જોઈએ છે તો વાળને વોશ કર્યા બાદ ગૂંચ કાઢીલો, અને ભીના વાળમાં જ વાળના બે ભાગ કરો, ત્યાર બાદ આ બે ભાગમાંથી કુલ 12 ભાગ કરીલો, એક ભાગમાંથી 6..હવે દરેક ભાગની ચોટલીઓ વાળઈલો, અને ચોટલી નીચે રબર નાખીદો, આમ 1 થી 2 કલાક સુધી રહેવાદો, હવે દરેક ચોટલી ખોલી દો, દવે તનાર દરેક વાળની કર્લ વળી ગઈ હશે, આ વાળ ખુલ્લા રાખશો તો તમને શાનદાર લૂક મળશે.