Site icon Revoi.in

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

Social Share

અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન  અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. જામનગરથી અમદાવાદ માટે ચેરકારનું ભાડું રૂપિયા 955 અને એક્ઝક્યુટીવ ચેર કલાસનું ભાડું રૂપિયા 1790 રાખવામાં આવ્યું છે. જયારે અમદાવાદથી જામનગર આવવા માટે ચેર કલાસનું ભાડું રૂપિયા 1120 અને એક્ઝીક્યુટીવ કલાસનું ભાડું રૂપિયા 1985 નક્કી કરાયું છે.

જામનગર રેલવે સ્ટેશનથી સાંસદ પૂનમબેન માડમે નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે રેલ મંત્રી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. વંદે ભારત ટ્રેનના પ્રારંભ પ્રસંગે ટ્રેનમાં સાંસદ પૂનમબેન માડમે રાજકોટ સુધી મુસાફરી કરી હતી અને કહ્યું જણાવ્યું હતું કે, મારો સંકલ્પ હતો કે જ્યારે જામનગરથી જ વંદે ભારત શરૂ થશે ત્યારે હું મુસાફરી કરીશ. આજે મારો સંકલ્પ પૂરો થયો છે. સાંસદ સાથે શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોએ રાજકોટ રેલવે સ્ટેશન સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનું સ્વાગત કરાયું હતુ.

દેશના જુદા જુદા રાજ્યોમાં નવી વંદે ભારત ટ્રેઈનનો પ્રારંભ કરાયો હતો. દેશના વડાપ્રધાન દ્વારા જામનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેઈ સહીત ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ- બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ તિરૂવનંતપુરમ વચ્ચે ટ્રેઈનને દિલ્લી ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતુ.

પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકાર કરવા માટે, ભારતીય રેલવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરો અને નગરોને જોડતી સ્વદેશી બનાવટની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તેની આકર્ષક એરોડાઈનેમિક ડિઝાઈન, ઈન્ટિરીયર્સ, અદ્યતન સુવિધાઓ, આરામદાયક યાત્રા, સુરક્ષા વ્યવસ્થાપનો અને સુરક્ષિત યાત્રાના ધારાધોરણો સહિતની વંદે ભારત ટ્રેનો યાત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને દેશમાં એવી ટ્રેનો વધારે ચલાવવા માટે અત્યંત ઉત્સાહ છે. હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી), જોધપુર, અને ઈન્દોર, ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે.

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ન નંબર 22925નું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.

તેમજ મળતી માહિતી મુજબ, જામનગરથી અમદાવાદ માટે ચેરકારનું ભાડું રૂપિયા 955 અને એક્ઝક્યુટીવ ચેર કલાસનું ભાડું રૂપિયા 1790 રાખવામાં આવ્યું છે. જયારે અમદાવાદથી જામનગર આવવા માટે ચેર કલાસનું ભાડું રૂપિયા 1120 અને એક્ઝીક્યુટીવ કલાસનું ભાડું રૂપિયા 1985 નક્કી કરાયું છે.