Site icon Revoi.in

જાણો શરીરમાં શા માટે વિટામીન ડી જરુરી છે,કયો ખોરાક લેવાથી ઉણપ થાય છે દૂર,

Social Share

આપણા શરીરના ગંભીર દુખાવાની ફરિયાદ કરતી હતી. તેમને યુરિક એસિડથી લઈને આર્થરાઈટિસ સુધીની દવા આપવામાં આવે છે પરંતુ દુખાવો ઓછો  નથી થતો કારણ કે શરીરમાં  વિટામિન ડીનું સ્તર 3 હોવાનથી આવું થાય છે.એટલે શરીરમાં વિટામીન ડીનું હોવું જરુરી બને છે.

શિયાળામાં આપણે આપણા સ્વાસ્થ્ય ઘણુ ધ્યાન રાખવું પડે છે, વધારે પડતી ઠંડીના કારણે શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામીન્ટ જળવાઈ રહે તે પણ જરુરી છે આજે વાત કરીશું વિટામીન ડી ની.જે શરીરને હેલ્ધી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે ઘણા વિટામિન્સની જરૂર હોય છે. ઠંડીની સિઝનમાં હાડકાં ખૂબ વિક થવા લાગે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે વિટામિન ડીનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વ્યસ્ત જીવનશૈલી અને આહારના અભાવને કારણે શરીરમાં વિટામિનની ઉણપ આજના સમયમાં એક સામાન્ય સમસ્યા બની રહી છે.

વિટામિન ડીની ઉણપથી શરીરમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી સમૃદ્ધ ખોરાક જે આપણને સૂર્યપ્રકાશમાંથી કુદરતી રીતે મળે છે. એવું પણ કહેવાય છે કે સૂર્યના કિરણોને શરીરમાં લાવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે આ વ્યસ્ત જીવનશૈલીમાં, લોકો પાસે તે સૂર્યથી લેવા માટે પૂરતો સમય નથી. પરંતુ, આનો અર્થ એ નથી કે સૂર્યપ્રકાશ સિવાય તમે વિટામિન ડીની ઉણપને દૂર કરી શકતા નથી. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમે આહારમાં કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

વિટામીન ડિ માટે આ 4 વસ્તુઓનો ભરપુર કરો ઉપયોગ

ફિશ – તમે નોન-વેજ ખાઓ છો, તો તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે માછલીનું સેવન કરી શકો છો. કેલ્શિયમ, વિટામીન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જેવા તત્વો સૅલ્મોન અને ટુના, ફેટી ફિશ જેવી માછલીઓમાં જોવા મળે છે, જે શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે

ડ્રાય ફ્રૂટઃ- ઠંડીના દિવસોમાં શરીરને અંદરથી ગરમ રાખવા અને વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમે અખરોટ, બદામ અને મગફળી જેવા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરી શકો છો.

ડેરી પ્રોડક્ટઃ- જો તમે નોનવેઝ કે ઈંડા બન્ને ખાતા નથી તો તમારા માટે ડી વિટામીન મેલલાવો આ બેસ્ટ આપ્શન છે. દૂધ, દહીં, છાશ, ચીઝ, વિટામિન ડીના સારા સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને વિટામિન ડીની ઉણપ દૂર થાય છે.

ઈંડાઃ- શિયાળાની ઋતુમાં ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઈંડાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ, ઈંડા માત્ર પ્રોટીનનો સારો સ્ત્રોત નથી પણ વિટામિન ડીનો પણ સારો સ્ત્રોત છે. વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે ઈંડાનું સેવન કરી શકાય છે.

 

Exit mobile version