Site icon Revoi.in

કવિ કુમાર વિશ્વાસની પાકિસ્તાનને લલકાર, ઈમરાન ખાન અબ તો દિમાગ ઠિકાને લગા લે, વરના હામારી સેના કા ઠિકાના નહીં

Social Share

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન સામે આજે કરવામાં આવેલી કાર્યવાહીથી આખા દેશમાં ઉત્સાહની લહેર દોડી ગઈ છે. આ અહેવાલની જાણકારી મળ્યા બાદ દરેક ભારતીયનો જોશ હાઈ થઈ ગયો છે. કવિ કુમાર વિશ્વાસે  સોશયલ મીડિયા પર ભારતીય વાયુસેનાના મ્હોંફાટ વખાણ કર્યા ચે. તેની સાથે જ તેમણે એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારાઓની પણ ઝાટકણી કાઢી છે.

કુમાર વિશ્વાસે પોતાના વ્યંગાત્મક અંદાજમાં ટ્વિટ કરતા લખ્યું છે કે ઘણાં દિવસોથી #Balakot વાળા ભારતીય ટામેટા માટે રડી રહ્યા હતા, ભારતીય વાયુસેનાએ રાત્રે હજાર ટનની પહેલી ખેપ જૈશના કંટ્રોલ રૂમને આપી દીધી છે. અમનના સફેદ રંગ તો તમને સમજમાં આવ્યો નથી, તો ઈમરાન ખાન આશા છે કે આ લાલ રંગ પસંદ આવ્યો હશે. જેટલા માંગશો તેટલા ટામેટાં મોકલવાનો વાયદો.

તેની સાથે જ કુમાર વિશ્વાસે પુરાવા માગનારાઓને નિશાને લેતા કહ્યુ છે કે આ વખતે કોઈપણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગશે, તો ભારતીય વાયુસેનાને અનુરોધ છે કે તમે જાંબાજોએ જેવા હજારો ટનના પુરાવા ઈમરાન ખાનને આપ્યા છે, તેવા જ સો-બસ્સો ગ્રામના પુરાવા આવા લોકોને જરૂરથી પહોંચાડો.

કુમાર વિશ્વાસે વધુ એક ટ્વિટ કરીને પાકિસ્તાનને સલાહ આપતા લખ્યું છે કે ઈમરાન ખાન અબ તો દિમાગ ઠિકાને લગા લે, યા ફિર અપના ઠિકાના બદલ લે. ક્યોંકિ હમારી એરફોર્સ ઔર સેના કા ઠિકાના નહીં હૈ. ભરોસા ન હો તો ઘર કે બુજુર્ગોં સે પતા કર લો.

મહત્વપૂર્ણ છે કે ભારતીય વાયુસેનાએ બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદના આતંકવાદી ઠેકાણા તબાહ કરી દીધા છે. તેની સાથે જ જૈશ-એ-મોહમ્મદના આલ્ફા-3 કંટ્રોલરૂમને પણ નેસ્તોનાબૂદ કરી દીધા છે. 21 મિનિટમાં 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોની કાર્યવાહીમાં અઢીસોથી ત્રણસો આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

Exit mobile version