Site icon Revoi.in

કચ્છઃ જખૌ નજીકથી પાકિસ્તાની બોટ સાથે સાત શખ્સોની અટકાયત

Social Share

અમદાવાદઃ પડોશી દેશ પાકિસ્તાન સાથે ગુજરાત જમીનની સાથે દરિયાઈ સીમા સાથે પણ જોડાયેલો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ચાંચિયાગીરી ભારતીય જળસીમામાં વધી અવાર-નવાર પાકિસ્તાનની સિક્યુરિટી અજેન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બંદુકના નાળચે અપહરણ કરવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાનની નાગરિકોની ઘુસણખોરીના બનાવો પણ વધ્યાં છે. કચ્છના હરામીનાળા વિસ્તારમાં તાજેતરમાં 10 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની નાગરિકો ઝડપી લેવામાં આવ્યાં હતા. દરમિયાન આજે જખૌ નજીકથી એક બોટ સાથે 7 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

એટીએસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અરિંજય પેટ્રોલિંગ જહાજની મદદથી અરબસાગરમાં ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટ અને 7 શખ્સોને ઝડપી લીધા છે.આ બોટમાં સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી જેથી અલ નોમાન નામની બોટ અને તેમાં સવાર 7 ખલાસીઓ સાથેની પાકિસ્તાની બોટને ભારતીય જળ સીમામાં આંતરીને કબ્જો મેળવી લેવાયો હતો. પાસ તેમજ પૂછપરછ માટે પાકિસ્તાની શખ્સોને ઓખા બંદરે લઈ જવાઈ હતી.પૂછપરછમાં નવા ખુલાસા થવાની વકી સેવાઇ છે. એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ગત 26 એપ્રિલના કાર્યવાહી કરીને જખૌ પાસેથી પાકિસ્તાનની અલ હજ નામની બોટમાંથી 280 કરોડના ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા.જેમાં 3 ફાયરિંગ પણ કરાયું હતું.આ કેસના મૂળ સુધી પહોંચવામાં એટીએસને સફળતા મળતા ડ્રગ્સ મંગાવનાર દિલ્હીના રાજી હૈદરની અટકાયત કરીને તેને 14 દિવસના રિમાન્ડ મંજુર થતા હાલ તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

(PHOTO-FILE)