Site icon Revoi.in

કચ્છઃ રાપરમાં ભૂકંપનો આંચકો,3.2ની નોંધાઈ તીવ્રતા 

Social Share

ભુજ:કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.3.2ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો.રાપર નગરથી 14 કિલોમીટર દૂર આ આફટરશોક અનુભવાયો હતો.જોકે,આ ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાની ના કોઈ સમાચાર નથી.

અવારનવાર આવતા રહેતા ધરતીકંપના આંચકાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. જોકે તેની સીધી અસર પાકા મકાનો કે બાંધકામ પર વિશેષ જોવા મળી રહ્યો નથી. એક તારણ મુજબ વર્ષોથી કચ્છ પંથકમાં આંચકાઓ અનુભવતા રહે છે. અને ભૂકંપના કારણે જ કચ્છની ધરા અમલમાં આવી છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે