Site icon Revoi.in

કચ્છઃ ચાલુ વર્ષે 1.70 લાખ મેટ્રીક ટન ખારેકના ઉત્પાદનનો અંદાજ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની કેસર કેરીની ભારત સહિત સમગ્ર દુનિયામાં ભારે ડિમાન્ડ છે. આવી જ રીતે કચ્છી ખારેક પણ લોકો વધારે પસંદ કરે છે. ચાલુ વર્ષે કચ્છના 18 હજાર હેકટરમાં ખારેકનું વાવેતર થયું છે. આમ કચ્છમાં ખારેકનું વાવેતર વધી રહ્યું છે. ચાલુ વર્ષ કચ્છમાં 1.70 લાખ મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન થવાનો ખેડૂતોને અંદાજ છે.

કચ્છની જમીન ખારેકના પાકને અનુરૂપ હોવાથી છેલ્લા ઘણા સમયથી ખારેકની ખેતી કરવામાં આવે છે. તેમજ કચ્છની ખારેકની દેશ-વિદેશમાં પણ ભારે ડિમાન્ડ રહે છે. કચ્છમાં સતત ખારેકનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યુ છે. કચ્છની કેસર કેરીની જેમ ચાલુ વર્ષે કચ્છની ખારેકના પણ સારા ભાવ મળવાના ખેડુતોની આશા છે. ચાલુ વર્ષે લગભગ 18,000 હેક્ટર વિસ્તારમાં ખારેકનું વાવેતર થાય છે. જેથી 1.70 લાખ મેટ્રીક ટન ઉત્પાદનનો અંદાજ છે. માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અનેક દેશોમાં કચ્છી ખારેકની નિકાસ થાય છે. જાપાન,સીંગાપુર,યુ.કે સહિતના દેશોમાં કચ્છી ખારેકની સૌથી વધારે નિકાસ કરવામાં આવે છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીનો ભારત સહિત દુનિયાના અનેક દેશો સામનો કરી રહ્યાં છે. જેથી કચ્છી ખારેકની વિદેશમાં નિકાસને અસર પડવાની આશા છે. બીજી તરફ કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેસર કેરીની સાથે ખારેકનું વાવેતર વધ્યું છે. એટલું જ નહીં ખેડૂતોના ઉત્પાદનમાં વધારાની સાથે સારુ એવુ વળતર મળી રહે તે માટે ગુજરાતની વિજય રૂપાણી સરકાર પ્રયાસો કરી રહી છે.