Site icon Revoi.in

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવની મશ્કેલી વઘી, 4 ઓક્ટોબરે હાજર રેહવા સમન્સ પાઠવ્યા

Social Share

પટના – લેન્ડ ફોર જનીમ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વઘતી જઈ રહી છે ત્યારે હવેરાઉઝ એવન્યુ કોર્ટે નોકરી માટે જમીન કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી. કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યા છે.

 ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર વર્ષ 2004 થી 2009 દરમિયાન રેલ્વે મંત્રી રહીને રેલ્વેના ગ્રુપ ડીના ઉમેદવારો પાસેથી જમીન લેવા અને નોકરી આપવાનો આરોપ લાગ્યો હતો. આ પછી સીબીઆઈએ આ કેસમાં લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત 16 લોકો સામે કેસ નોંધ્યો હતો

જાણકારી પ્રમાણે હવે રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને પણ સમન્સ જારી કર્યા છે.ઉલ્લેખનીય છે કે કોર્ટે તમામને 4 ઓક્ટોબરે આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સહીત કોર્ટે આ કેસમાં 17 આરોપીઓને સમન્સ જારી કર્યા છે રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં તેજસ્વી યાદવ, લાલુ યાદવ, રાબડી દેવી સહિત 17 આરોપીઓને સમન્સ જારી કર્યા છે.

આથી વિશેષ વાત એ છે કે  આ ચાર્જશીટમાં પહેલીવાર સીબીઆઈએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આરોપી બનાવ્યા છે. તેમાં લાલુ યાદવ, રાબડી દેવી સહિત 16 લોકોના નામ છે. જેમાં રેલવે અધિકારીઓ અને નોકરી લેનારાઓના નામ સામેલ છે. આ કેસની છેલ્લી સુનાવણીમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે તેને લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવા માટે ગૃહ મંત્રાલય તરફથી પરવાનગી મળી છે.