Site icon Revoi.in

NH53 ઉપર 75 કિમી બિટ્યુમિશન ક્રોંક્રિટ પાથરવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ​​NHAI દ્વારા NH53 પર એક જ લેનમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિમી બિટ્યુમિનસ કોંક્રિટ બિછાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. ગડકરીએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ NHAIએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. અમરાવતીથી અકોલા જિલ્લા વચ્ચે NH 53 પર એક જ લેનમાં 75 કિમી બિટ્યુમિનસ કોંક્રીટ 105 કલાક અને 33 મિનિટમાં નાખવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સિંગલ લેન સતત બિટ્યુમિનસ કોંક્રિટ રોડની કુલ લંબાઈ 37.5 કિમી ટુ-લેન પેવ્ડ શોલ્ડર રોડની સમકક્ષ છે અને કામ 3જી જૂન 2022ના રોજ સવારે 7:27 વાગ્યે શરૂ થયું હતું અને 7મી જૂન 2022ના રોજ સાંજે 5 વાગ્યે પૂર્ણ થયું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, 2,070 MT બિટ્યુમેન ધરાવતા 36,634 MTના બિટ્યુમિનસ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને 720 કામદારો દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો જેમાં સ્વતંત્ર સલાહકારોની ટીમ આ કાર્યને પૂર્ણ કરવા માટે દિવસ-રાત કામ કર્યું હતું. સૌથી લાંબુ સતત બિટ્યુમિનસ માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ 25.275 કિમી બાંધવાનો હતો જે ફેબ્રુઆરી 2019માં દોહા, કતારમાં હાંસલ કરવામાં આવ્યો હતો. આ કાર્યને પૂર્ણ કરવામાં 10 દિવસનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે, અમરાવતીથી અકોલા સેક્શન NH 53નો ભાગ છે, આ એક મહત્વપૂર્ણ પૂર્વ કોરિડોર છે જે કોલકાતા, રાયપુર, નાગપુર અને સુરત જેવા મોટા શહેરોને જોડે છે. એકવાર પૂર્ણ થઈ ગયા પછી, આ માર્ગ પર ટ્રાફિક અને માલસામાનની અવરજવરને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.