Site icon Revoi.in

અહીં જાણો સૂર્યના કિરણો માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે ફાયદાકારક

Social Share

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.જેને લઈને લોકો તડકામાં બેસતા હોય છે.જોક,સુર્યપ્રકાશ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.ત્યારે આવો જાણીએ સૂર્યના કિરણો આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

સૂર્યપ્રકાશ તમારી સર્કેડિયન રિધમને સેટ કરવામાં મદદ કરે છે, જે સેરોટોનિન નામના ચોક્કસ હોર્મોનને પણ ટ્રિગર કરે છે. સેરોટોનિન તમારો મૂડ સુધારે છે, તમને શાંતિ આપે છે અને ધ્યાન વધારે છે. તડકામાં બેસવાથી તણાવ, ઉદાસી, એકલતા દૂર કરવામાં મદદ મળે છે.

જો તમને થાક, પ્રેરણાનો અભાવ અથવા આળસ લાગે છે, તો સૂર્યપ્રકાશમાં બેસીને તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

સૂર્યપ્રકાશ તમને વિટામિન D3 આપે છે.તે મૂડ નિયમનમાં ભૂમિકા ભજવે છે.તેના શક્તિશાળી ઇન્ફ્રારેડ કિરણો બળતરા ઘટાડે છે, ઊંઘની પેટર્ન સુધારે છે અને સેરોટોનિન મુક્ત કરીને મૂડ સુધારે છે.