Site icon Revoi.in

લ્યો, હવે ‘પીલો ફાઈટ’ ચેમ્પિયનશિપ પણ થવા લાગી,વીડિયો જોઈને તમે પણ હસી પડશો

Social Share

શું તમે જાણો છો કે ઘરોમાં ભાઈ-બહેન વચ્ચે રમાતી પિલો ફાઈટ હવે ઇન્ટરનેશનલ લેવલની રમત બની ગઈ છે.તમને સાંભળવામાં અજીબ લાગશે, પણ આ વાત સાચી છે.તાજેતરમાં ફ્લોરિડામાં વિશ્વની પ્રથમ પ્રોફેશનલ પિલો ફાઈટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 પુરૂષ અને 8 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે,બે લોકો એકદમ રેસલર જેવા ડ્રેસ પહેરેલા છે. પરંતુ તે બંને એકબીજાને સ્પર્શ્યા વિના ઉગ્ર રીતે તકિયા મારતા જોવા મળે છે. સોશિયલ મીડિયાના લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે.લોકો વિચારમાં પડી ગયા છે કે ઘરોમાં રમાતી આ બાળકોની રમત પ્રોફેશનલ ગેમ ક્યારે બની ગઈ?

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

અત્યારે તો વિચારવા જેવી વાત એ છે કે,બાળકો જે લડાઈ ઘરે રમતા હતા તે હવે રિંગ સુધી પહોંચી ગઈ છે.એટલું જ નહીં, હવે આ રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ મળી ગઈ છે.સોશિયલ મીડિયાના લોકો પિલો ફાઈટની રમતના વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. કારણ કે, આ રમતમાં ખેલાડીને કોઈ ગંભીર ઈજા થઈ નથી,તેથી મોટાભાગના લોકો આ ફાઈટનો આનંદ માણી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પિલો ફાઈટ ચેમ્પિયનશિપની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે.આ રમતમાં ખેલાડીઓની તાકાત, વ્યૂહરચના અને સહનશક્તિ જોવા મળે છે.આ સમયે આ વિચિત્ર ચેમ્પિયનશિપ લોકોમાં ચર્ચાનો વિષય છે. પિલો ફાઈટનો વીડિયો લોકોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.