Site icon Revoi.in

અલ્ટ્રાવાયોલેટ LED લાઇટ્સથી કોરોનાનો ખાત્મો શક્ય: સંશોધન

Social Share

અમદાવાદ: કોરોના વાયરસને લઇને એક અગત્યનું સંશોધન થયું છે. સંશોધન અનુસાર પ્રકાશ ઉત્સર્જક ડાયોડ્સ એ કોરોના વાયરસને ઝડપથી, સરળતાથી અને સચોટ રીતે મારવામાં અસરકારક સાબિત થઇ શકે છે. સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ એર કંડશનિંગ અને વોટર સિસ્ટમ્સમાં પણ થઇ શકે છે.

જર્નલ ઓફ ફોટોકેમિસ્ટ્રી અને ફોટોબાયોલોજી બી: બાયોલોજીમાં પ્રકાશિત સંશોધન હેઠળ કોરોના વાયરસનાં પરિવારમાં કોઇ વાયરસ પર UV-LED કિરણોત્સર્ગની વિવિધ તરંગોની રોગનાશક ક્ષમતાનું આંકલન કરવામાં આવ્યું હતું. અમેરિકા સ્થિત અમેરિકન ફ્રેન્ડ્સ ઓફ તેલ અવીવ યુનિવર્સિટીના એક સ્ટડીના સહ-લેખિકા હદસ મમને કહ્યું કે, “સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો નાશ કરવાનાં અસરકારક ઉપાયો શોધી રહ્યું છે.”

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોઇ બસ, ટ્રેન, રમતનાં મેદાનો અથવા વિમાનને રાસાયણિક પદાર્થોની છંટકાવથી સંક્રમણમુક્ત કરવામાં લોકો અને રસાયણોને સપાટી પર કામ કરવા માટે સમયની જરૂર છે. LED બલ્બ પર આધારિત સંક્રમણમુક્ત કરવાની સિસ્ટમ વાયુ-પ્રસાર સિસ્ટમ અને એર કંડિશનરમાં લગાવવામાં આવી શકે છે.

સંશોધન પ્રમાણે કિરણ ઉત્સર્જિત કરનારા LED બલ્બોની મદદથી કોરોના વાયરસને મારવો ખૂબ જ સરળ છે, વૈજ્ઞાનિકોએ સસ્તો અને સરળ રીતે ઉપલબ્ધ LED બલ્બની મદદથી કોરોના વાયરસને મારવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

સંશોધકો અનુસાર આ સિસ્ટમને એ રીતે ડિઝાઇન કરવી જોઇએ, જેથી વ્યક્તિ પ્રકાશનાં સીધા સંપર્કમાં ન આવે કેમ કે ઘરની અંદરની સપાટીને સંક્રમણમુક્ત કરવા માટે UV-LEDનો ઉપયોગ ખતરનાક નિવડી શકે છે.

(સંકેત)