Site icon Revoi.in

યુપીના અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.2 ની નોંધાઈ તીવ્રતા

Social Share

લખનઉ:યુપીમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ 9:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે,ભૂકંપનું કેન્દ્ર શામલી હતું.કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.જોકે,આવેલા ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગી. ભૂકંપની જાણ થતાં જ કેટલાક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધવામાં આવી હતી.બીજી તરફ મુઝફ્ફરનગરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હોવાની ચર્ચા છે.

આ પહેલા દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

Exit mobile version