Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ધારાસભ્યોને ભાજપે સોંપી મહત્વની જવાબદારી

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને પણ ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં આવતા વોર્ડની પેનલને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા નવા માપદંડોના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેથી અનેક સિટીંગ નગર સેવકોના પત્તા કપાયાં હતા. જેથી ભાજપમાં આંતરિષ અસંતોષ સામે આવ્યો હતો. જો કે, ભાજપ દ્વારા અસંતોષને ડામવા માટે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં હતી. તેમજ ઉમેદવારોનો પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના સ્ટાર પ્રચારકો જનસાભાઓને ગજવી રહ્યાં છે. દરમિયાન પાર્ટીની વિરોધમાં કામ કરનારા નેતા-કાર્યકરોને ભાજપ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. પક્ષને નુકસાન કરનારા નેતાઓ અને કાર્યકરોને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ દ્વારા ધારાસભ્યોને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યોને પોતોના મતવિસ્તારના વોર્ડની પેનલને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યોને સોંપવામાં આવેલી કામગીરીનું રોજબરોજ મોનીટરીંગ પણ કરવામાં આવશે.