Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા શરૂ કરી તૈયારીઓ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેની ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાનિ સ્થિતિ જળવાય રહે તે દિશામાં પોલીસે પણ કવાયત તેજ કરી છે. રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે વિડીયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા પોલીસ એકમોના વડા સાથે ચર્ચા કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચાર સંહિતા અત્યારથી અમલ થઈ રહ્યો છે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જે વિસ્તારમાં અગાઉની ચૂંટણીઓ દરમિયાન કોઇ બનાવ કે ગુનાઓ નોંધાયા હોય તે વિસ્તારમાં વિશેષ તકેદારી રાખીને અત્યારથી જ અટકાયતી પગલાઓ લેવા જોઈએ. આ સિવાય પોલીસ અધિકારીઓ તમામ બુથની મુલાકાત લઇ જરૂરી સુરક્ષા વ્યવસ્થા નું આંકલન કરીને વધારાની ફોર્સ નું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા.21મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાન યોજાશે. જેનું પરિણામ તા. 23મી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. આવી જ રીતે નગરપાલિકા, તાલિકા-જિલ્લા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તેનું પરિણામ તા. 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.