Site icon Revoi.in

હરિયાણામાં 21 જૂન સુધી અનેક છૂટછાટ આપવા સાથે લંબાવાયું લોકડાઉન

Social Share

ચંદિગઢઃ- દેશભરમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અનેક પાબંધિઓ લાગૂ કરવામાં આવી હતી. અનેક રાજ્યોએ કોરોનાને અટકાવવા માટે લોકડાઉન પણ લાગૂ કર્યું હતું ત્યારે હવે હરિયાણા સરકારે ફરી એકવાર કોરોનાને રોકવા સંબંધિત નિયંત્રણો લંબાવ્યા છે. અર્થાત લોકડાઉન એક અઠવાડિયા માટે એટલે કે 21મી જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. જેમાં ઓડ-ઈવન ફોર્મ્યૂલા બંધ કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ  યથાવત રાખવામાં આવ્યું છે. જો તે અનેક છૂટછાટ પણ આપવામાં આવી છે.

રાજ્ય સરકારના નવા આદેશ મુજબ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી બજારમાં દુકાનો ખોલી શકાશે. આ જારી કરાયેલી સૂચનાઓ મુજબ શેરીઓમાં સ્થિત છૂટીછવાયી દુકાનો, દૂધ, ફળ-શાકભાજી, કરિયાણા અને દવાઓની દુકાનો પહેલાના આદેશ પ્રમાણે ખોલવામાં આવી શકે છે. સામૂહિક કાર્યક્રમ માટેના લોકોની સંખ્યા 50 સુધી મર્યાદિત કરવામાં આવી છે. આ સિવાયના કોઈપણ કાર્યક્રમ માટે જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી ફરજિયાત લેવાની રહેશે.

ખાનગી વાણિજ્યિક કાર્યાલયોને 50 ટકા કર્મચારીઓ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જો કે આવી તમામ કચેરીઓએ કોરોનાની માર્ગદર્શિકાનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે. આજ પ્રમાણે તમામ સૂચનાના સખત પાલન સાથે, શોપિંગ મોલ પણ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખોલી શકાશે.