Site icon Revoi.in

લોકડાઉનને કારણે 21 વર્ષ બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટ્યો – 9.1 ટકાનો ઘટાડો નોંધાયો

Social Share

દિલ્હી – વિતેલા વર્ષ દરમિયાન કોરોનાના પ્રકોપને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, ત્યારે લોકડાઉનને કારણે, દેશમાં વર્ષ 2021મા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો, જેની વપરાશમાં 9.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.ત્યારે વર્ષ 1989-99 પછીના 21 વર્ષ બાદ આવું પ્રથમ વખત બનવા પામ્યું છે કે પેટ્રોલ ડિઝલનો વપરાશ ઓછો નોઁધાયો હોય

.વિતેલા દિવસને શુક્રવારના રોજ પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે પ્રમાણે પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ 19.46 કરોડ ટન રહ્યો હતો. જ્યારે વર્ષ 2019-22 દરમિયાન આ આંકડો 21.41 કરોડ ટન રહ્યો હતો.

આ સમયગાળા દરમિયાન ડીઝલ વપરાશ 12 ટકા ઘટીને 7.27 કરોડ ટન અને પેટ્રોલ 6.7 ટકા ઘટીને 27.9 કરોડ ટન રહ્યો છે. વિમાન ઇંધણનો વપરાશ 53.6 ટકા ઘટીને 37 લાખ ટન થયો છે, જ્યારે નાપ્થાના વેચાણમાં એક વર્ષ પહેલાંની તપલના સાથે 1.42 કરોડ ટન હતું.

લોકડાઉનને કારણે ગયા વર્ષે એપ્રિલમાં તેલનો વપરાશ અડધો થઈ ગયો હતો. જો કે, નિયંત્રણો હળવા થયા બાદ વપરાશમાં સુધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2020 માં પેટ્રોલનો વપરાશ કોવિડ -19 પૂર્વ-સ્તરે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ આ વર્ષે માર્ચમાં પેટ્રોલની માંગમાં 25.7 ટકાનો અને ડીઝલની માંગમાં 27 ટકાનો વધારો થયો છે.

છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન ઘરેલું એલપીજી સામાન્ય જરૂરિયાતનું એકમાત્ર પેટ્રોલિયમ ઉત્પાદન હતું, જેમાં વપરાશમાં વધારો નોંધાયો છે,આ સમયમાં તેનો વપરાશ 4.7 ટકા વધીને 267 કરોડ ટન સુધી પહોંચ્યો હતો. 2019-20 દરમિયાન એલપીજીનો વપરાશ 2.63  કરોડ ટન હતો. ગરીબ પરિવારોને મફત સિલિન્ડર આપવામાં આવતા સ્થાનિક એલપીજીનો વપરાશ વધ્યો છે.

સાહિન-