Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાનને પણ ઉપસ્થિત રહેશે

Social Share

નવી દિલ્હીઃ આગામી વર્ષો યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતની ભાજપ વિરોધી પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલું જ નહીં નીતિશકુમાર અને મમતા બેનર્જી સહિતના નેતાઓ તમામને એકછત નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ એનડીએના ઘટક દળોને ભેગા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં એનડીએની પણ આગામી દિવસોમાં મીટીંગ મળવાની છે. આ મીટીંગ માટે બિહારના યુવા નેતા ચિરાગ પાસવાનને પણ મીટીંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનના પિતા રામ વિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી ઉભી કરી હતી અને હાલ આ પાર્ટીની મહત્વની જવાબદારી ચિરાગ પાસવાન સંભાળી રહ્યાં છે. વર્ષોથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએનું ભાગ રહ્યું છે લોક જનશક્તિ પાર્ટી.

પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએના ઘટકોની બેઠક 18 જુલાઈએ નવી દિલ્હીમાં યોજાશે. જેપી નડ્ડાએ આ બેઠક માટે આમંત્રણ મોકલ્યું છે. ચિરાગ પાસવાનને લખેલા પત્રમાં જેપી નડ્ડાએ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના મહત્વના સાથી ગણાવ્યા છે. જેપી નડ્ડાએ પત્રમાં લખ્યું છે કે, તમારી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન) એનડીએની મહત્વપૂર્ણ ભાગીદાર છે. NDAના મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે, તમે દેશના વિકાસને વેગ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની યાત્રામાં મુખ્ય સાથી પણ છો. એનડીએની રચનાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એનડીએની રચના 25 વર્ષ પહેલા મે 1998માં થઈ હતી. તેના પહેલા અધ્યક્ષ અટલ બિહારી બાજપાઈ હતા, જ્યારે હવે અમિત શાહ NDAના અધ્યક્ષ છે. NDAના 25 વર્ષ પૂર્ણ થવા પર 18મી જુલાઈના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે. તે પહેલા 17 જુલાઈએ NDAના તમામ નેતાઓને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એનડીએની રચના થઈ ત્યારથી, લગભગ 41 રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષો સભ્યો છે, જેમાં મમતા બેનર્જીની પાર્ટી TMC, DMK, નેશનલ કોન્ફરન્સ, JDUનો સમાવેશ થતો હતો.