Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ઈવીએમ 100 ટકા સલામત હોવાનો ચૂંટણીપંચનો દાવો

Social Share

નવી દિલ્હીઃ ઈવીએમ કોઈ દિવસ હેક થયું નથી. ઈવીએમને લઈને 40 વખત કોર્ટમાં અરજી થઈ છે, તમામ વખતે આ ઈવીએમ સામેની અરજીઓ રદ કરવામાં આવી છે. હવે આવી અરજીમાં અરજદારને દંડ પણ ફટકારવામાં આવે છે. ઈવીએમ 100 ટકા સેફ છે. ઈવીએમના નંબર અને ક્યા બુથ ઉપર જશે તેની માહિતી પણ ઉમેદવારને આપવામાં આવશે. જેથી તેમાં કોઈ સમસ્યા થવાની શક્યતા નથી.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે 97 કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે. જ્યારે 10.5 લાખ મતદાન કેન્દ્રો, 1.5 કરોડ મતદાન અધિકારી અને સુરક્ષા કર્મચારી, 55 લાખ જેટલા ઈવીએમ અને ચાર લાખ વાહનો ઉપલબ્ધ છે. દેશમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને વધારેમાં વધારે મતદાન થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.