Site icon Revoi.in

લોકસભાઃ કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યાં છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિર્મણિ, રામ્યા હરિદાસ, મણિકમ ટાગોર અને ટીએમ પ્રતાપનને લોકસભામાં હંગામો મચાવવા સબબ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તેમજ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસ એટલે કે સોમવારે સ્પીકરએ ગૃહમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આવી હતી. હંગામા દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ લોકતંત્રનું મંદિર છે.

ચોમાસુ સત્રની શરૂઆત પહેલા સંસદ સંકુલની અંદર પ્લેકાર્ડ લઈ જવા અને વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ હતો. મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, જ્યોતિર્મણી અને ટીએન પ્રતાપનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સાંસદો સામે આ કાર્યવાહી નિયમ 374 હેઠળ કરવામાં આવી છે. નિયમોમાં જિદ્દ અને ગૃહની કાર્યવાહીને ઇરાદાપૂર્વક રોકવાનો સમાવેશ થાય છે. ઉપરાંત આ નિયમમાં સિપકરની સત્તાની અવગણના અને નિયમોનો દુરુપયોગ પણ સામેલ છે. આ સાંસદો સામે પ્રથમ સસ્પેન્શન મોશન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામને સર્વસંમતિથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.