Site icon Revoi.in

ગુજરાત માટે ગૌરવની વાતઃ- IPL માં હવે લખનૌ અમે અમદાવાદની ટીમનો સમાવેશ, ચેરમેન રાજીવ શુક્લાએ ટ્વિટ કરીને આભાર માન્યો

Social Share

 

અમદાવાદઃ- ક્રિકેટ પ્રમીઓ માટે આઈપીએલ મેચ ખૂબ મહત્વ ધરાવે છે,વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ આઈપીએલમાં વધુ બે નવી ટીમોનો સમાવેશ થવા પામ્યો  છે. આ ટુર્નામેન્ટમાં આજદીન સુધી માત્ર 8 ટીમો ભાગ લેતી જોવા મળી હતી.ત્યારે હવે તેમાં બે નવી ટીમો ઉમેરાયા બાદ આગામી વર્ષથી ભાગલેનારી ટીમની સંખ્યા 10 થશે,  કારણ કે  આઈપીએલની બે નવી ટીમો લખનૌ અને અમદાવાદની સોમવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ચૂકી છે .

કોલકાતા સ્થિત ઉદ્યોગપતિ સંજીવ ગોએન્કાના આરપી-એસજી જૂથે વિતેલા દિવસને સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની લખનૌ ફ્રેન્ચાઇઝીને રૂ. 7 હજાર 90 કરોડમાં ખરીદી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સીવીસી કેપિટલ પાર્ટનર્સએ અમદાવાદની ફ્રેન્ચાઇઝી 5600 કરોડની બોલી લગાવીને પોતાના નામે કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડને 2022 થી આઈપીએલ માં ભાગ લેનારી બે નવી ટીમો પાસેથી લગભગ 10 હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા હતી પરંતુ તેણે 12 હજાર 690 કરોડ રૂપિયાની કમાણી કરી.

આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ પણ ટ્વિટ કરીને ચાહકોની સામે પોતાની વાત રજૂ કરી છે.તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘આજે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે ઉત્તર પ્રદેશને આઈપીએલની ટીમ મળી, સંજીવ ગોયન્કાનો ખૂબ ખૂબ આભાર. હું સૌરવ ગાંગુલી, જય શાહ અને અરુણ ઠાકુરનો પણ આભાર માનું છું, ઈકોના સ્ટેડિયમના ઉદય સિંહાને ખૂબ ખૂબ અભિનંદન.

આ સાથે જ સમાચાર એજન્સી પીટીઆઈએ રવિવારના રોજ પોતાના સમાચારમાં કહ્યું હતું કે ગોએન્કા ફ્રેન્ચાઇઝી ખરીદવાના મજબૂત દાવેદારોમાંના એક છે. આ પહેલા, તે 2016 અને 2017 એમ બે વર્ષ માટે આઈપીએલ માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના માલિક રહ્યા હતા.