Site icon Revoi.in

લમ્પી વાયરસ:હરિયાણા સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પશુઓના પરિવહન પર મૂક્યો પ્રતિબંધ,8 જિલ્લામાં કલમ 144 લાગુ

Social Share

ચંડીગઢ:લમ્પી રોગને રોકવા માટે હરિયાણા સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પશુઓના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે.પશુ મેળાઓ અને પશુઓના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ડીસીએ સંબંધિત જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે.મુખ્ય સચિવ સંજીવ કૌશલે શનિવારે રાજ્યના તમામ ડેપ્યુટી કમિશનરો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને યુદ્ધના ધોરણે રસીકરણનો આદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું કે,60 ટકા રસીકરણ થઈ ગયું છે. સોમવાર સુધીમાં રાજ્યમાં 100% રસીકરણ થઈ જશે.આ પછી પાંચ લાખ વધુ ડોઝ ઉપલબ્ધ થશે.તેમણે નિર્દેશ આપ્યો કે, સંક્રમિત પશુઓને અન્ય સલામત સ્થળે લઈ જવા માટે ટૂંક સમયમાં વધારાની જગ્યા પસંદ કરવામાં આવે જેથી આ રોગ તંદુરસ્ત પશુઓને અસર ન કરે.કૌશલે વિડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને આદેશ આપ્યો કે બીમારીને કારણે ભયનું વાતાવરણ ન સર્જાય.

પશુપાલન વિભાગે નાગરિકોને જાગૃત કરવા જોઈએ કે, લમ્પી સ્કિન રોગથી સંક્રમિત ગાયોના દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. દૂધ ઉકાળ્યા પછી જ વાપરી શકાય છે. તેમણે કહ્યું કે 8 જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે.રાજ્યમાં 30225 પશુઓને ચેપ લાગ્યો છે.