Site icon Revoi.in

વડોદરામાં બનેલું આ પેઈન્ટિંગ કરોડોમાં વેચાયું

Social Share

આમ તો કહેવાય છે કે આર્ટ અથવા કળાની કોઈ કિંમત ન કરી શકે પરંતુ જો તેની કિંમત કરવામાં આવે તો એવી થાય કે તેને કોઈ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ના શકે. એવી જ વાત બની છે વડોદરામાં. વાત એવી છે કે વડોદરામાં તૈયાર થયેલા પેઈન્ટિંગની કિંમત 21 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મોર્ડન આર્ટના પ્રણેતા રાજા રવિ વર્મા દ્વારા 130 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પેઈન્ટિંગ એક હરાજીમાં 21.16 કરોડ રૂપિયામાં વેચાયુ છે. 6 એપ્રિલના રોજ એક ઓક્શન હાઉસ દ્વારા કરાયેલ હરાજીમાં આ પેઈન્ટિંગ વેચાયુ હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર રાજા રવિ વર્માના આ પેઈન્ટિંગનું નામ દ્રોપદી વસ્ત્રાહરણ છે. જેમાં મહાભારતમાં દ્રોપદી ચીરહરણનુ દ્રષ્ય કેનવાસ પર રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવ્યુ હતું. આ ચિત્ર માટે 15 થી 20 કરોડની બોલી લગાવવામાં આવી હતી. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તે 21 કરોડમાં વેચાયુ છે.

આ મોંઘાદાટ પેઈન્ટિંગના તાર વડોદરા સાથે જોડાયેલા છે. રાજા રવિ વર્માએ વડોદરામાં આ પેઈન્ટિંગ બનાવ્યુ હતું. વર્ષ 1888 થી 1890 દરમિયાન રાજા રવિ વર્મા વડોદરામાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ માટે કેટલાક પેઈન્ટિંગ બનાવ્યા હતા. આ પેઈન્ટિંગ મહાભારત અને રામાયણના પ્રસંગો પર બનાવવામાં આવ્યા હતા. રાજા રવિ વર્મા દ્વારા જે પેઈન્ટિંગ તૈયાર કરાયા હતા, તે 14 ચિત્રો પર મહારાજા સયાજીરાવે અધિકાર પ્રાપ્ત કર્યા હતા. દ્રોપદી ચીરહરણ પણ તેમાનુ જ એક છે.