1. Home
  2. Tag "Baroda"

લોકસભા ચૂંટણીઃ વડોદરામાં 10,000 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, મતદાન કરવા જાગૃતિ અભિયાન શરૂ કરાયા છે. આ અંતર્ગત વડોદરામાં પણ મતદાર જાગૃત્તિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ટિમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન હેઠળ જિલ્લાની […]

વડોદરા અને ખેડામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે દરમિયાન નર્મદાના રાજપીપળામાં વડોદરાના પરિવારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના કરુણ મોત થયા હતા. જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના રાજપીપળાથી કારમાં વડોદરા આવતા પરિવારને ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેના કારણે […]

હરણી તળાવ દુર્ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા હાઈકોર્ટમાં રજુઆત

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી દૂર્ઘટના અંગે રાજ્યની વડી અદાલતને ગુજરાત હાઈકોર્ટ એસોશિએશન  દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા રજુઆત કરી હતી. હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે હાઈકોર્ટ  એડવોકેટ એસોશિએશન પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરાની જાણતી સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકોને સ્કૂલ સંચાલકો પ્રવાસે હરણી તળાવ […]

પાદરાના 6 અને શિનોરના 1 ધાર્મિક સ્થળનો રુ. 1.52 કરોડના ખર્ચે થશે વિકાસ, સરકારે આપી મંજુરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે જેટલા પ્રયત્નશીલ છે, તેટલાં ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે પણ સંવેદનશીલ છે. મુખ્યમંત્રીએ પોતાની આ સંવેદનશીલતાનો પરિચય આપતા ગ્રામ્ય કક્ષાના શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં લઈ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણય મુજબ વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 […]

વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીના ત્યાં GST વિભાગના દરોડા, ઓફિસ અને ગોડાઉનમાં સર્ચ

દિવાળી પૂર્વે જીએસટી વિભાગના ફટાકડાના વેપારીને ત્યાં તપાસ તપાસના અંતે કરોડની ટેક્સ ચોરી ઝડપાવાની આશંકા જીએસટીના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં જીએસટીની ચોરી કરનારા વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલઆંખ કરી છે. દરમિયાન દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે હવે જીએસટી દ્વારા ફટાકડાનો વેપાર કરનાર વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. […]

અમદાવાદ બાદ હવે વડોદરામાંથી એમડી ડ્રગ્સન જથ્થો ઝડપાયો, બે આરોપી ઝબ્બે

અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરના ગીતા મંદિર પાસેથી એસઓજીએ લગભગ બે કરોડની કિંમતના બે કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. હવે વડોદરામાંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી વેચાણ માટે વડોદરા લવાયો હોવાનું […]

વડોદરામાં રખડતા ઢોરે વૃદ્ધ ઉપર કર્યો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ

અમદાવાદઃ રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં રખડતા ઢોરનો ઉપદ્રવ વધ્યો છે. રખડતા ઢોર મામરે મહાનગરોને હાઈકોર્ટે આકરી કરી હતી, તેમ છતા રખડતા ઢોરનો યથાવત રહ્યો છે, દરમિયાન વડોદરામાં રખડતા ઢોરે વડોદરાના લક્ષ્મીપુર નારાયણ ગાર્ડન પાસે વૃદ્ધ ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી […]

સામાન્ય ડાન્સર્સ સાથે સ્ટેપ્સ મેળવીને 750 દિવ્યાંગજનોએ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ- 2023 ને નવો અર્થ આપ્યો

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ- 2023 ની ઉજવણી વડોદરા માટે ખાસ એટલા માટે બની કારણ કે, અહીં સાર્વત્રિકતા અને સર્વસમાવેશકતાની ભાવનાની ઉજવણી કરવા માટે દિવ્યાંગ ડાન્સર્સે સામાન્ય ડાન્સર્સ સાથે સ્ટેજ શેર કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય હતો સમાવિષ્ટ સમાજના નિર્માણ થકી તેઓને સામાજિક જીવનના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે. ‘ઓલ મસ્ટ ડાન્સ’ શીર્ષક હેઠળ આ કાર્યક્રમ ‘વન વર્લ્ડ, વન […]

વડોદરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા ઉપર કાંકરિચાળો, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ફતેપુરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન અસામાજીકતત્વોએ કાંકરિયાળો કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થયેલી આ અથડામણને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ અનિચ્છનીય […]

NIAના વડોદરામાં ધામા: ISIS સાથે સંપર્કમાં હોવાની શંકાએ યુવતીની પૂછપરછ

અમદાવાદઃ દેશમાં આતંકવાદને નાબુદ કરવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન વડોદરાની યુવતી આઈએસઆઈએસ સાથે સંપર્કમાં હોવાની શંકાના આધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ ગુજરાત દોડી આવી હતી. તેમજ વડોદરાના ફતેહગંજ વિસ્તારની યુવતીની શંકાના આધારે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએની ટીમના સાતેક અધિકારીઓનો કાફલો વડોદરા આવ્યો હતો અને ફતેહગંજ વિસ્તારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code