- મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર
- કોરોનાના નવા 603 કેસ નોંધાયા
- સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં
ભોપાલઃ મધ્યપ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 603 કેસ નોંધાયા છે.જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,67,176 થઇ ગઈ છે.
ઇન્દોરમાં બસોથી વધુ અને ભોપાલમાં સોથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે પ્રદેશમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં આ બીમારીથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 3,883 પર પહોંચી ગઈ છે.
મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ઇન્દોરમાં કોવિડ -19 ના 219 નવા કેસ નોંધાયા છે,જ્યારે ભોપાલમાં 138 નવા કેસ સામે આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યના કુલ 2,67,176 સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં 2,58,958 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. અને 4,335 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
(દેવાંશી)