Site icon Revoi.in

મધ્યપ્રદેશ:ઓમિક્રોનના નવા સ્ટ્રેઇનને કારણે ઇન્દોરમાં દહેશત,6 બાળકો સહિત 12 દર્દીઓમાં પુષ્ટિ

Social Share

ભોપાલ:સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે.દિનપ્રતિદિન વધતા જતા કેસોને કારણે તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.ત્યાં હવે ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે.

ઇન્દોરમાં ઓમિક્રોનની સાથે હવે તેના સબ વેરિયન્ટ BA.1 અને BA.2 ના કેસ સામે આવ્યા છે.શહેરમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.2ના 12 દર્દીઓ મળી આવ્યા છે.જેમાં 6 બાળકો પણ છે.

BA.2 સ્ટ્રેઇન સૌથી ઝડપથી ફેલાય છે.તેનું સંક્રમણ દર્દીના ફેફસાને સૌથી વધુ અસર કરે છે. નવા આવેલા દર્દીઓના ફેફસામાં પણ 5% થી 40% સુધી ઇન્ફેકશન  જોવા મળ્યું છે.ઓમિક્રોન BA.2 ના કેસ સામે આવ્યા બાદ ઇન્દોર આરોગ્ય વિભાગ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.

કોરોના વાયરસ અને ઓમિક્રોનથી અલગ આ વેરિયન્ટ આ કારણે અલગ છે કારણકે આ સ્ટ્રેઇન ફેફસાંને વધુ અસર કરે છે. આ સ્ટ્રેઇનને BA.2 સબ-સ્ટ્રેન અથવા ‘સ્ટીલ્થ’ એટલે કે છુપાયેલ સંસ્કરણ પણ કહેવામાં આવે છે, જે 40 થી વધુ દેશોમાં જોવા મળે છે.

આથી પીડિત અરબિંદો હોસ્પિટલમાં દાખલ 17 વર્ષના દર્દીના ફેફસામાં 40% સુધી સંક્રમિત જોવા મળ્યા છે.બે દર્દીઓ ICUમાં છે.આ દર્દીઓને ઓક્સિજન લગાવવાની સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.આ સિવાય 4 દર્દીઓમાં ઓમિક્રોન BA.1ની પુષ્ટિ થઈ છે.

 

Exit mobile version