Site icon Revoi.in

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડાયાં

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડવામાં આવ્યા છે.  જેમાં આંતરિક મૂલ્યાંકન માટે જુદા જુદા છ તબક્કા નક્કી કરાયા છે તેમાં ક્લાસ ટેસ્ટ, ઓબ્જેકટિવ ટેસ્ટ લેવાશે આ બંને ટેસ્ટમાં 100 ગુણના પ્રશ્નપત્ર મુજબ 30 ગુણ અને 50 ગુણના પ્રશ્નપત્ર મુજબની પદ્ધતિએ વેઇટેજ અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષાનું ગુણાંક માળખુ નિયત કરવામાં આવ્યું છે. આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડવામાં આવ્યા છે.  જેમાં આંતરિક મૂલ્યાંકન માટે જુદા જુદા છ તબક્કા નક્કી કરાયા છે તેમાં ક્લાસ ટેસ્ટ, ઓબ્જેકટિવ ટેસ્ટ લેવાશે આ બંને ટેસ્ટમાં 100 ગુણના પ્રશ્નપત્ર મુજબ 30 ગુણ અને 50 ગુણના પ્રશ્નપત્ર મુજબની પદ્ધતિએ વેઇટેજ અપાશે. તેમજ હોમ એસાઇનમેન્ટ તથા એક્ટિવ લર્નિંગ જેમાં એસએ રાઇટીંગ અને આર્ટીકલ રાઇટીંગ હશે, આ ઉપરાંત ક્લાસ એસાઇનમેન્ટ અને હાજરીના પણ આંતરિક મૂલ્યાંકનમાં માર્ક્સ ગણવામાં આવશે. જેમાં 100 ગુણનું પ્રશ્નપત્ર હોય તો દસ ગુણ અને 50 ગુણનું પ્રશ્નપત્ર હોય તો પાંચ ગુણ રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બાહ્ય મૂલ્યાંકનમાં ચાર ક્રેડિટના અભ્યાસક્રમમાં ચાર યુનિટના માળખાનું પ્રત્યેક પ્રશ્નપત્ર હશે. જેમાં માર્કના વેઇટેજમાં 25-25 ગુણના ચાર પ્રશ્નો પુછાશે જેમાં પ્રશ્નપત્ર અઢી કલાકનું રહેશે જ્યારે બે ક્રેડિટના અભ્યાસક્રમમાં બે યુનિટના માળખાના પ્રત્યેક પ્રશ્નપત્રમાં 25-25 ગુણના બે પ્રશ્નો હશે અને તેની બે ક્રેડિટ હોય પરીક્ષામાં ઉતરો લખવાનો સમય બે કલાકનો મળશે. 100 ગુણનું પેપર હોય તો 37 કે તેથી વધુ ગુણ હોય તો પાસ અને તેનાથી ઓછા ગુણમાં નાપાસ ગણાશે. તો 75 ગુણનું પ્રશ્નપત્ર હોય તો 28 માર્ક પાસ થવા માટે મેળવવાના રહેશે અને 50 ગુણનું પ્રશ્નપત્ર હોય તો 19 કે તેથી વધુ માર્ક પાસ થવા માટે મેળવવાના રહેશે. 25 માર્કની પ્રેક્ટીકલની પરીક્ષા પાસે સ્ટાન્ડર્ડ 10 થી વધારે ગુણનું રાખવામાં આવ્યું છે.