Site icon Revoi.in

મહારાષ્ટ્ર: નાગપુરમાં તળાવમાં નહાવા પડેલા પાંચ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ

Social Share

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તળાવ કિનારે પિકનિક માટે ગયેલા આઠમાંથી પાંચ યુવકો એકબીજાને બચાવવા જતાં તળાવમાં ડૂબી ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે આઠ યુવાનોનું એક જૂથ જિલ્પી તળાવના કિનારે હિંગણા વિસ્તારમાં પિકનિક માટે ગયું હતું. દરમિયાન ચાર યુવકો પાણીમાં ઉતર્યા હતા. જોકે તેઓને તરવું આવડતું ન હતું. પાંચ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ યુવકોએ પહેલા તળાવના કિનારે સ્નાન કર્યું હતું. જે બાદમાં ઋષિકેશ નામનો યુવાન ઊંડા પાણીમાં ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો પણ તેની પાછળ ગયા હતા. દરમિયાન યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ લોકોને ડૂબતા જોઈને વૈભવ વૈદ્ય તેમને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો. પરંતુ તે પણ ડૂબી ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાંથી પાંચેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ નાગપુરના વાથોડા (પારડી વિસ્તાર)ના રહેવાસી ઋષિકેશ પરેડ (21), નીતિન કુંબરે (21), વૈભવ વૈદ્ય (20), રાહુલ મેશ્રામ (21) અને શાંતનુ અરમારકર (22) તરીકે થઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસે કેસ નોંધવાની કવાયત શરૂ કરી હતી. તળાવમાં ડુબી જવાથી પાંચ યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.