Site icon Revoi.in

મહારાષ્ટ્ર : નાસિકની હોસ્પિટલમાં ઑક્સિજન ટેંક લીક, 22 લોકોના મોત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના નાસિકથી ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે.નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન લીક થયાની ઘટના બની હતી. આ ઘટના નાસિકની ઝાકિર હુસેન મ્યુનિસિપલ હોસ્પિટલની છે,જ્યાં એક ટેંકમાંથી અચાનક ઓક્સિજન લીક થવા લાગ્યું હતું.અને જોત જોતામાં સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. શરૂઆતમાં લોકોને લાગ્યું કે ક્યાંક આગ લાગી છે. આ અંગે લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જિલ્લાઅધિકારી સૂરજ માંઢરેએ પુષ્ટિ આપી છે કે, આ ઘટનામાં 22 લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ આરોગ્યમંત્રી રાજેશ ટોપે અને મ્યુનિસિપલ કમિશનર કૈલાશ જાધવે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ ઘટનામાં 11 લોકોના દુ: ખદ મોતના સમાચાર આવી રહ્યા છે. આ સિવાય 30 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

મહાપાલિકાની બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કોરોના કાળમાં જ્યારે દેશ અને મહારાષ્ટ્ર ઓક્સિજનના અભાવના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક કોરોના સંક્રમિતોના મોત સમયસર ઓક્સિજન ન મળવાના કારણે  થઇ રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે,ટેન્કર વાલ્વ લિકેજ થવાને કારણે પરિસરમાં ઓક્સિજન ફેલાય ગયો.

Exit mobile version