Site icon Revoi.in

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો નક્સલમુક્ત જાહેર કરાયો

Social Share

નવી દિલ્હી, 17 મે 2026: Gadchiroli district declared Naxal-free મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો નક્સલ મુક્ત બન્યો છે. નક્સલ વિરોધી ઓપરેશન “અંતિમ પ્રહાર” હેઠળ આઠ નક્સલવાદીઓની ધરપકડ અને પાંચ અન્ય લોકોના આત્મસમર્પણ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક એમ. નરેશે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નક્સલીઓના માથા પર 64 લાખનું ઈનામ હતું. પોલીસે ઓપરેશન દરમિયાન 65 લાખ રોકડ અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે શરણાગતિ સ્વીકારનારા નક્સલીઓ પર કુલ 38 લાખનું ઈનામ હતું.

દરમિયાન, પોલીસ અધિક્ષક એમ. રમેશે સ્પષ્ટતા કરી હતી કે ગઢચિરોલી સક્રિય નક્સલીઓની હાજરીથી મુક્ત થયું હોવા છતાં, નક્સલી વિચારધારા સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી. તેમણે કહ્યું કે પાડોશી રાજ્યોમાંથી નક્સલીઓને ગઢચિરોલી જિલ્લામાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ સરહદો પર કડક નજર રાખશે.

વધુ વાંચો: પશ્ચિમ બંગાળ: કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી કરશે

Exit mobile version