Site icon Revoi.in

મહાશિવરાત્રી 2023: ભારતમાં જ નહીં,દેશની બહાર પણ શિવના સુંદર મંદિરો છે,અહીં જાણો

Social Share

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીની સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.લોકો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડે છે.જો કે, ભારતની બહાર પણ કેટલાક એવા મંદિરો છે જ્યાં શિવના દર્શન કરવા માટે લોકોની ભીડ રહે છે. તેમના વિશે જાણો…

ઓસ્ટ્રેલિયામાં મુક્તિ ગુપ્તેશ્વરઃ ભારતથી દૂર ઓસ્ટ્રેલિયામાં પણ શિવના ભક્તો ઓછા નથી. મુક્તિ ગુપ્તેશ્વર મંદિર ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ શહેરમાં આવેલું છે અને એવું માનવામાં આવે છે કે તે 13મા જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે.શિવરાત્રી પર અહીં અલગ જ તેજ જોવા મળે છે.

નેપાળમાં પશુપતિનાથઃ ભારતના પડોશી દેશ નેપાળમાં પણ મોટી સંખ્યામાં શિવભક્તો હાજર છે. અહીં ઐતિહાસિક પશુપતિનાથ મંદિર છે જેનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે.કાઠમંડુમાં બનેલા આ મંદિરનું સ્થાપત્ય પણ તેને એક સુંદર પ્રવાસ સ્થાન બનાવે છે.

શ્રીલંકામાં મુનેશ્વરમ મંદિરઃ આ મંદિર ભગવાન રામના સમય એટલે કે રામાયણ કાળ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.એવું કહેવાય છે કે રાવણને કારમી હાર આપ્યા બાદ આદિપુરુષ ભગવાન રામે અહીં ભગવાન શિવની પૂજા કરી હતી.આ મહાશિવરાત્રિ પર અહીં આવવાનો પ્લાન બનાવો.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરઃ આ મંદિર જાવા, ઈન્ડોનેશિયામાં છે અને ખાસ વાત એ છે કે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ જાહેર કરવામાં આવી છે.તે ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ) સાથે સંબંધિત છે. આ સંકુલમાં લગભગ 240 મંદિરો છે.