1. Home
  2. Tag "Mahashivratri"

સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રીએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં,

સોમનાથઃ  દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવાધિદેવ સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રિના દિને સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા […]

પ્રયાગરાજ: માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર લાખો ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી

પ્રયાગરાજઃ માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર શુક્રવારે સવારે લગભગ છ લાખ લોકોએ અહીં ગંગા અને પવિત્ર સંગમમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી હતી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે આજે સવારથી જ સંગમ વિસ્તારમાં સ્નાન કરનારાઓનું આવવાનું ચાલુ છે અને સવારે 10 વાગ્યા સુધી લગભગ છ લાખ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. […]

જુનાગઢમાં મહાશિવરાત્રી પર્વે રવાડીમાં સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાયા, મૃગીકૂંડમાં કર્યું શાહીસ્નાન

જુનાગઢઃ સુપ્રસિદ્ધ  ભવનાથ ખાતે મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. ભવનાથથી પરંપરાગતરીતે તમામ સાધુ-સંતોના અખાડાઓ અને સ્વયંસેવકો સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહી રવાડી નીકળી હતી. રવાડી પૂર્ણ થતાંની સાથે જ નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતું. શિવરાત્રની મધ્ય રાત્રે ભવનાથ મંદિર ખાતે મહાઆરતી થઈ અને લાખો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લહાવો લીધો  હતો.અને મૃગીકુંડમાં શાહીસ્નાન […]

ગુજરાતમાં મહાશિવરાત્રીના પર્વને લીધે દૂધના વેચાણમાં લાખો લિટરનો વધારો થયો

અમદાવાદઃ ગુજરાતભરમાં મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. શિવરાત્રીના પર્વે દેવાધિદેવ મહાદેવજીને દૂધના અભિષેકનું વિશેષ મહાત્મ્ય હોવાથી ભાવિકોએ મહાદેવજીને દૂધને અભિષેક કર્યો હતો. ઉપરાંત શિવરાત્રીમાં ભાવિકો ઉપવાસ કરતા હોય છે. અને સકરિયા સાથે દૂધના આહાર લેતા હોવાથી દૂધની માગ વધી હતી. તેના લીધે ગુજરાતમાં લાકો લિટર દુધનું વેચાણ થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ મહાશિવરાત્રીને લઈને […]

આજે મહાશિવરાત્રી: રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું

રાજકોટ:આજે મહાશિવરાત્રી છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.આજે દિવસ દરમિયાન બમ બમ ભોલે ના દિવ્યનાદ સાથે શિવ મંદિરો ગુંજતા રહેશે. સવારથી ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શ્રધ્ધાળુ  ભાવિકોનો પ્રવાહ મંદિરોમાં શરૂ થઈ ગયો છે.ત્યારે રાજકોટના રામનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.આ સાથે અનેકવિધ કાર્યક્રમોનું પણ […]

મહાશિવરાત્રી પર સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ -સોમનાથ સહીત આસપાસના મંદિરો શિવનાદથી ગૂંજ્યા, રાત્રે થશે મહાપૂજા

સોમનાથમાં રાતે થષશે મહાપૂજા વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી શિવભક્તોની ભારે ભીડ સોમનાથ મંદિરમાં આજે દેશભરમાં મહાશિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છે ત્યારે જાણતી અને પ્રાચીન શિવ ભગવાનના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે જો ગુજરાતના સોમનાથની વાત કરીએ તો અહીયા 2 દિવસ પહેલાથી જ રાજ્ય બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે આજે શિવરાત્રીના […]

મહાશિવરાત્રી:શિવાલયોમાં ભક્તોની ભીડ,ઉજ્જૈનમાં મહાકાલની પૂજા

ભોપાલ:મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.સમગ્ર વાતાવરણ ભગવાન શંકરના ભજન અને આરતીથી ગુંજી ઉઠ્યું છે.દેશના ખૂણે-ખૂણે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી સાથે મહાકાલની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મધ્યપ્રદેશ, પંજાબ, ઓડિશા, ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ આ […]

આજે મહાશિવરાત્રિ,અહીં જાણો પૂજા વિધિ અને શુભ મૂહર્ત

આજે મહાશિવરાત્રી છે અને પર્વ એ મહાદેવની આરાધના અને ધ્યાનનો મહા પર્વ છે.હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, શિવલિંગની ઉત્પત્તિ મહાશિવરાત્રી પર થઈ હતી અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માએ સૌપ્રથમ શિવલિંગની પૂજા કરી હતી.મહાશિવરાત્રી પર ભગવાન શિવની વિશેષ પૂજા, ઉપવાસ અને જળ અભિષેક કરવામાં […]

શિવરાત્રીની પૂજામાં આટલી વસ્તુઓનો જરુરથી કરજો સમાવેશ, ભગવાન શિવને ગમે છે આ વસ્તુઓ

આજરોજ દેશભરમાં શિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છએ,મંદિરોમાં વહેલી સવારથી ભઈડજોવા મળશે ત્યારે શિવનાદના નારાથી મંદિરો ગુંજી ઉઠશે કેટલાક લોકો ઘરમાં પણ ભગવાન શિવની પૂજા આરાધના કરશે. આ દિવસે સ્ત્રીઓ અને પુરુષો બંને ઉપવાસ કરીને ભોલેનાથની પૂજામાં મગ્ન જોવા મળે છે.જો કે આ સાથે આજે  ભોલેનાથની પૂજા સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને મહાશિવરાત્રિની પૂજામાં કઈ […]

જુનાગઢનું ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે શિવમય બન્યું, કાલે શનિવારે રવાડી નિકળશે

જુનાગઢઃ  ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code