Site icon Revoi.in

મહાશિવરાત્રી:શિવાલયોમાં ભક્તોની ભીડ,ઉજ્જૈનમાં મહાકાલની પૂજા

Social Share

ભોપાલ:મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.સમગ્ર વાતાવરણ ભગવાન શંકરના ભજન અને આરતીથી ગુંજી ઉઠ્યું છે.દેશના ખૂણે-ખૂણે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી સાથે મહાકાલની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

મધ્યપ્રદેશ, પંજાબ, ઓડિશા, ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ આ પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.પંજાબના અમૃતસર સ્થિત શિવાલા બાગ ભાઈયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.સવારથી જ ભક્તો મંદિર પરિસરમાં દર્શન અને પૂજા માટે કતાર લગાવીને ઉભા જોવા મળ્યા હતા.

ગુજરાતના ધરમપુરમાં 31 લાખ રૂદ્રાક્ષથી બનેલા 31.5 ફૂટ લાંબા શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું છે.ઉત્તર પ્રદેશ મહાશિવરાત્રીના અવસર પર ગોરખપુરના ઝારખંડી મહાદેવ મંદિરમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી.મહારાષ્ટ્રના નાગપુરમાં ભક્તોએ ત્ર્યંબકેશ્વર મંદિરમાં  પૂજા કરી.