- યુપીના ચિત્રકૂટ જીલ્લામાં સર્જાય મોટી દૂર્ઘટના
- બેકાબૂ બનેલી પીકઅપે 5 લોકોને જીવતા કચડી નાખ્યા
લખનૌઃ- દેશભરમાં દિવસેને દિવસે માર્ગઅકસ્માતની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે ,ત્યારે આજરોજ શનિવારે વહેલી સવારે ઇત્તરપ્રદેશના ચિત્રકૂડ જીલ્લામાં બેકાબૂ બનેલી પિકએપે ઘરની બરાહ સુતેલા 7 લોકેને કચડી નાખ્યા હતો જેમાંથી 5 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં શનિવારે ભરતકૂપ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાઉલી કલ્યાણપુરમાં ટામેટાંથી ભરેલી પીકઅપ વાને ઘરની બહાર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા. પીકએપ વાહનની સ્પિડ વધુ હોવાથી આ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે એક ઘાયલ છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ,આ તમામે તમામ લગ્ન માટે સંબંધીના ઘરે આવ્યા હતા અને લગ્નના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે બ્લોક કરી દીધો હતો.
આ ઘટના ભરતકુપ પોલીસ સ્ટેશન વિસ્તાર, રૌલી કલ્યાણપુરની છે. મળતી માહિતી મુજબ, શનિવારે સવારે ભરતકૂપ પોલીસ સ્ટેશન વિસ્તારના રાઉલી કલ્યાણપુરમાં મંડી તરફ જઈ રહેલું પીકઅપ વાહન બેકાબૂ થઈ ગઈ અને ઘરની બહાર સૂઈ રહેલા લોકો પર વાન ચડી ગઈ હતી જેમાં 5 લોકો કચડાયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

