Site icon Revoi.in

વરસાદની સિઝનમાં સાંજે બનાવો આ ગરમાં ગરમ સૂપ વાળો નાસ્તો,ખૂબજ ઓછી સામગ્રીમાં થશે રેડી

Social Share

 

કદાચ તમે આજથી પહેલા આ નાલસ્તો ક્યારેય ટ્રેય નહી કર્યો હોય જેનું નામ છે બચાકા ખટ્ટો જે ઘરમાં રહેલી 2 થી 3 વસ્તિઓમાંથી જ બની જાય છે ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.જેમાં એક ખટ્ટો બનાવામાં આવે છે તેમાં બટાકાનું શાક નાખીને ખાવાનું હોય છે તો ચાલો જાણીએ આ બટાકા ખટ્ટો બનાવાની રીત

ખટ્ટો બનાવાની સામગ્રી અને રીત

સૌ પ્રથમ એક બાઉલમાં એક ગ્લાસ પાણીલો, તેમાં મીઠું, હળદર અને ઘંઉનો લોટ નાખીને બરાબર હાથ વડે મિક્સ કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેલમાં હવે રાય ફોડી લો રાય થાય એટલે તેમાં આ ઘંઉના લોટ વાળું પાણી નાખીને 5 થી 6 મિનિટ ઘટ્ટ થાય ત્યા સુધી કાળી લો,

હવે જ્યારે આ ખટ્ટો ઘટ્ટ થાય એટલે તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીને ફરી 1 મિનિટ ગરમ કરીલો,તૈયાર છે તમારો ખટ્ટો.

ખટ્ટા સાથે ખવાતી બટાકાની કાતરી બનાવાની સામગ્રી અને રીત

એક કઢાઈમાં તેલ ગરમ કરીને રાય ફોડી લો,હવે આ કઢાઈમાં બટાકાની જીણી કાતરી એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું ,હળદર અને લીલો મસાલો એડ કરીને તેને ઘીમા તાપે થવાદો

હવે 3 મિનિટ બાદ બટાકાને બરાબર ફેરવી દો આ રીતે બટાકાની કાતરી બરાબર પાકી જાય ત્યા સુધી તેને ગેસ પર થવાદો. તૈયાર છે તમારી બટાકાની કાતરી,હવે એક બાઉલમાં ગરમાં ગરમ ખટ્ટો લો તેમાં 3 થી 4 ચમચી જેટલી બટાકાની કારતી એડ કરો અને હવે તેને ખાઓ, ખટ્ટો ને કાતરીનું કોમ્બિનેશન ટેસ્ટી લાગે છે.જે ભૂખને મટાડે છે ને ગરમાગરમ હોવાથી શરદી હોય તો ખાવામાં ખૂબ મજાવે છે,આ નાસ્તો બનાવતા વધીને 10 મિનિટ જ લાગે છે અને બેઝિક વસ્તુઓમાંથી જ બની જાય છે.