Site icon Revoi.in

ઘરે જ બનાવો રંગબેરંગી ટેસ્ટી ટુટી-ફ્રુડી, જાણો રેસીપી

Social Share

આજકાલ બજારમાં મળનારી ટુટી-ફ્રુટીનો ઉપયોગ કેટલીક મીઠાઈ અને બેકિંગમાં કરવામાં આવે છે. પરંતુ તેમાં પ્રિજર્વેટિવ અને આર્ટિફિસિયલ રંગ પણ હોઈ શકે છે. પરંતુ તમે આવી રંગબેરંગી ટુટી-ફ્રુટી ઘરેજ સરળતાથી બનાવી શકો છે. તો જાણો તેને બનાવવાની રેસીપી

કાચુ પપૈયુ- 250 ગ્રામ (નાના ટુકડા)
ખાંદ-સ્વાદ અનુસાર
પાણી-જરૂરિયાત પ્રમાણે
ખાવાનો રંગ (લાલ, લીલો અને પીળો)- એક ચમચી
વેનીલા એસેન્સ- જરુરિયાત પ્રમાણે

સૌ પ્રથમ કાચા પપૈયાને નાના-નાના ચોરસ ટુકડામાં કાપો, આ ટુકડાને પાણીમાં નાખીને પાંચથી સાત મિનિટ ઉકાળો, જેથી તે હળવ નરમ બને. જે બાદ પાણીને નીકળીને પપૈયાને અગલ કરો. હવે એક પેનમાં પાણી અને ખાંડ નાણીને ચાસણી તૈયાર કરો. જ્યારે સાચમી હળવી ગાઢ થઈ જાય ત્યારે તેમાં ઉકાળેલા પૈયયાના કુટકા નાખો અને પાંચ મિનિટ સુધી ગરમ કરો. જે બાદ ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. હવે આ મિશ્રણને 3 અલગ-અલગ વાસણમાં કાઢો, હવે તેમાં અલગ-અલગ ફુડ કલર નાખો. જો લાગે તો તેમાં વેનીલા એસેન્સ પણ મીલાવી શકો છો. જેનાથી સુગંધ અને સ્વાદમાં વધારો થશે. હવે તેને આઠથી દસ કલાક રહેવા દો અથવા આખી રાત પણ તેને રાખી શકો છો જેથી પપૈયા ઉપર યોગ્ય રીતે કલર લાગી જાય. બીજા દિવસે આ ટુકડાઓને ચાસણીમાંથી કાઢીને એક પ્લેટમાં છ કલાક સુધી સુખાવા દો. જ્યારે તે પુરી રીતે સુકાઈ જાય ત્યારે તેને ખાવામાં લઈ શકો છો.

Exit mobile version