Site icon Revoi.in

ઘરે બનાવો ક્રિસ્પી-મસાલેદાર પ્રોટીનથી ભરપૂર સોયા પકોડા, જાણો રેસીપી

Social Share

રેસીપી, 22 જૂન 2026: Crispy-Spicy Protein-Rich Soya Pakoda Recipe સોયા પકોડા ખુબજ ટેસ્ટી અને હેલ્ધી પરફેક્ટ કોમ્બિનેશન રેસીપી છે. બાળકો સોયાબીનનું શાક ખાવામાં આનાકાની કરતા હોય છે, પરંતુ જ્યારે આ જ સોયા ચંક્સને આદુ-લસણ, લાલ મરચાની પેસ્ટ અને મસાલા સાથે મેરીનેટ કરીને ક્રિસ્પી તળવામાં આવે છે, ત્યારે તે રેસ્ટોરન્ટ જેવા ચટાકેદાર લાગે છે.

પ્રોટીનથી ભરપૂર પકોડાની રેસીપીમાં મકાઈનો લોટ અને મેંદો વાપરવાથી પકોડા ઉપર એક ક્રિસ્પી પડ બને છે, જે ચાની ચુસ્કી સાથે ખાવામાં ટેસ્ટી લાગે છે.

પ્રોટીનથી ભરપૂર સોયા પકોડા રેસીપી

સામગ્રી

સોયાબીન વડી  (પલાળેલા અને નિતારેલા)

3-4 સમારેલ ડુંગળી

1 ચમચી આદુ લસણની પેસ્ટ

1 ચમચી લાલ મરચાની પેસ્ટ

કોથમીર

સ્વાદ મુજબ મીઠું

1/2 ચમચી હળદર પાવડર

1/2 લાલ મરચાનો પાવડર

1/2 ધાણા જીરુંનો પાવડર

1/2 ચમચી કાળા મરી પાવડર

જરૂર મુજબ મકાઈનો લોટ

જરૂર મુજબ મેંદો

પ્રોટીનથી ભરપૂર સોયા પકોડા બનાવવાની રીત

સૌ પ્રથમ મોટા વાસણમાં પલાળેલા અને નિતારેલા સોયા ચંક્સ લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.

ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા જેવા કે હળદર પાવડર, લાલ મરચાનો પાવડર, ધાણાજીરું પાવડર, કાળા મરીનો પાવડર ઉમેરો.

ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરી લો, જેથી મસાલા સોયા ચંક્સ પર સરસ ચોંટી જાય.

હવે પકોડાને ક્રિસ્પી બનાવવા માટે વાસણમાં જરૂર મુજબ મકાઈનો લોટ અને મેંદો ઉમેરો. પાણી ઉમેર્યા વગર બધી સામગ્રીને સૂકી જ મિક્સ કરો.

સોયાબીનના મોઇશ્ચરના કારણે લોટનું એક સરસ કોટિંગ ચંક્સ પર ચડી જશે. એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ રાખો અને એક એક કરીને મસાલેદાર સોયા ચંક્સ તેલમાં મૂકો.

પકોડા બહારથી ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને બંને બાજુથી સરસ તળી લો, થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

વધુ વાંચો: ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા સબ્જી, જાણો રેસીપી

Exit mobile version