1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા સબ્જી, જાણો રેસીપી
ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા સબ્જી, જાણો રેસીપી

ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા સબ્જી, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 19 જૂન 2026: Cashew Masala Sabji Recipe શાક સ્વાદિષ્ટ હોય તો ભોજન કરવાની મજા જ અલગ હોય છે. હોટેલ રેસ્ટોરેન્ટ હોય કે લગ્ન પ્રસંગના મેનૂમાં એક પંજાબી સ્ટાઇલ સબ્જી ચોક્કસ હોય છે. પંજાબી સબ્જીનો તીખો ચટપટો સ્વાદ, સુગંધ અને રંગ દરેકને આકર્ષિત કરે છે. પનીર ભુરજી, પાલક પનીર, દાલ મખની સૌથી લોકપ્રિય પંજાબી સમજી છે. જો તમે પંજાબી સબ્જી ખાવાના શોખીન છે તો ઘરે ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા સબ્જી ટ્રાય કરવી જોઇએ.

કાજુ મસાલા સબ્જી બનાવવા માટે સામગ્રી

કાજુ આખા – 1 કપ

ટામેટા – 1 નંગ

ડુંગળી – 1 નંગ

લીલા મરચા – 2 નંગ

લીલું કોથમીર – 1 કપ

લસણ – 3 કે 4 કળી

તેલ – 4 ચમચી

લીલ મરચું પાઉડર – 1 ચમચી

હળદર પાઉડર – 1 ચમચી

ધાણા જીરું – 1 ચમચી

મીઠું – 1/2 ચમચી કે સ્વાદ અનુસાર

જીરું – 1/2 ચમચી

લીંબુનો રસ – 1/2 ચમચી

ગરમ મસાલો – 1/2 ચમચી

કાજુ મસાલા સબ્જી બનાવવાની રીત

ગ્રેવી બનાવો

ટામેટા, ડુંગળી, લીલા મરચા, લસણના મોટા મોટા ટુકડા કરો. હવે એક કડાઇમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમા ટામેટા, ડુંગળી, લીલા મરચા, લસણ સહેજ નરમ થાય ત્યાં સુધી સહેજ સાંતળી લો. ફ્રાય કરતી વખતે ચપટી મીઠું ઉમેરો જેથી શાકભાજી ઝડપથી નરમ થશે. શાકભાજી નરમ થાય એટલે ગેસ બંધ કરી દો. શાકભાજીને સહેજ ઠંડી થયા બાદ મિક્સર જારમાં પેસ્ટ બનાવો.

કાજુ ફ્રાય કરો

એક પેનમાં 1 -2 ચમચી તેલ કે ઘી ગરમ કરો. તેમા કાજુ સહેજ બ્રાઉન ત્યાં સુધી ફ્રાય કરો.

મસાલો ફ્રાય કરો

ગેસ ચાલુ કરી એક કડાઇમાં 2 – 3  ચમચી તેલ ગરમ કરો. તેમા જીરું અને તમાલપત્રનો તડકો લગાવો. હવે મધ્યમ ધીમા તાપે ટામેટા ડુંગળીની પેસ્ટ સહેજ સાંતળો.

ગ્રેવી તૈયાર કરો

હવે ગ્રેવીમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર ઉમેરી મસાલાને સારી રીતે પકવવા દો. ગ્રેવી માંથી તેલ છુંટુ પડવા લાગે એટલે સમજવું કે મસાલો બરાબર ફ્રાય થઇ ગયો છે. તેમા 2 -3 કપ પાણી રેડી મસાલાને સહેજ ઉકાળો.

 ગ્રેવીમાં કાજુ ઉમેરો

ગ્રેવીમાં કાજુ નાંખો અને 3 – 4 મિનિટ સુધી રંધાવા દો. આ દરમિયાન કાજુ સહેજ નરમ થશે. છેલ્લે ફ્રેશ મલાઇ અને લીલું કોથમીર ઉમેરો અને ગેસ બંધ કરી દો.

કાજુ મસાલા સબ્જી રોટલી, પરોઠા, તંદુરી રોટલી કે નાન સાથે ખાવાની મજા પડશે. આ રીતે જ્યારે ઘરમાં કોઇ લીલી શાકભાજી કે પનીર ન હોય અને પંજાબી સબ્જી ખાવાની ઇચ્છા હોય ત્યારે ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા સબ્જી ટ્રાય કરી શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code