રેસીપી, 10 જૂન 2026: Spicy Capsicum sabji મોટાભાગે કેપ્સિકમનો ઉપયોગ આપણે ચાઇનીઝ, પિઝા કે સંભારામાં જ કરતા હોઈએ છીએ, પરંતુ ચણાનો લોટ અને દહીંના મિશ્રણ સાથે બનતું આ કેપ્સિકમનું શાક ખાવામાં અદ્ભુત લાગે છે.
કેપ્સીકમનું શાક દહીંના કારણે આ શાકમાં સરસ ક્રીમી ટેક્સચર અને હળવી ખટાશ આવે છે, જ્યારે શેકેલો ચણાનો લોટ તેની ગ્રેવીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ શાક એટલું ટેસ્ટી બને છે કે જે લોકો કેપ્સિકમ નથી ખાતા તે પણ આંગળા ચાટતા રહી જશે.
કેપ્સીકમ શાક રેસીપી
સામગ્રી
5-6 કેપ્સીકમ મરચા
3 ચમચી તેલ
મીઠું જરૂર મુજબ
1/2 ચમચી જીરુ
ચપટી હીંગ
1 ચમચી આદુ લસણ પેસ્ટ
2 લીલા મરચા
2 સમારેલ ડુંગળી
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી ધાણાજીરુ પાઉડર
1 ચમચી ચણાનો લોટ
2 ચમચી ફ્રેશ અથવા દહીં
કોથમીર
કેપ્સીકમ શાક બનાવવાની રીત
સૌ પ્રથમ કેપ્સિકમ મરચાંને બરાબર ધોઈ, તેની અંદરથી બીયાં કાઢીને મધ્યમ કદના ચોરસ ટુકડામાં સમારી લો. ડુંગળી અને લીલા મરચાંને પણ ઝીણા સમારી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા કેપ્સિકમ અને ચપટી મીઠું ઉમેરીને મધ્યમ આંચ પર 5 મિનિટ માટે સાંતળી લો, જેથી તે સહેજ સોફ્ટ થાય પણ તેનો ક્રંચ જળવાઈ રહે.
ગ્રેવી અને મસાલા એ જ કડાઈમાં બાકીનું તેલ ઉમેરી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
હવે ગેસની આંચ ધીમી કરો અને તેમાં ચણાનો લોટ ઉમેરીને 2 મિનિટ માટે ડુંગળી સાથે શેકો, ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
મસાલા શેકાઈ જાય એટલે ગેસ ધીમો જ રાખીને 2 ચમચી ફેંટેલું ફ્રેશ દહીં ઉમેરો અને ચમચાથી સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ન જાય. દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પકાવો.
હવે ગ્રેવીમાં સાંતળેલા કેપ્સિકમ અને જરૂર મુજબનું મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જો ગ્રેવી વધુ ઘટ્ટ લાગે તો 3 ચમચી પાણી ઉમેરી શકો છો. કડાઈ પર ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર 5 મિનિટ સુધી ચડવા દો જેથી બધા મસાલા કેપ્સિકમમાં સરસ ભળી જાય.

