Site icon Revoi.in

સવારે નાસ્તામાં દૂધને આ વસ્તુઓથી બનાવો અનર્જી યુક્ત, દિવસ દરમિયાન રહશે અનર્જી

Social Share

 

ઘણા લોકો એટાલા પાતળા હોય છે કે જેના કારણે તેઓ એનર્જીથી દૂર રહેતા હોય છે, થોડુ કામ કરીને જાણી થાકી જાય છે આવી સ્થિતિમાં આવા લોકોએ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવાની જરુર છે. આ માટે જો તમે દૂધમાં  કેલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો ચોક્કસ તમારું વજન વધશે. વજન વધારવા માટે કેટલીક ખાદ્ય વસ્તુઓ છે, જેને દૂધમાં ભેળવીને પીવાથી શરીરનું વજન વધારવામાં મદદ મળે છે. જો તમે પણ દુબળા થવાથી પરેશાન છો અને તમારું વજન વધારવા માંગો છો તો આ રીતે દૂધનો ઉપયોગ કરીને પરેશાનીમાંથી મૂક્તિ મેળવી શકો છો.

દૂધ અને ખજૂર

સારા સ્વાસ્થ્ય માટે લોકો ખજૂરનો ઉપયોગ કરે છે. ખજૂરમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. ખજૂર પોષક તત્વોનો ભંડાર છે અને તેનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય માટે થાય છે. પરંતુ દૂધમાં ખજૂર ઉમેરીને પીવાથી વજન વધારવામાં મદદ મળે છે. ખજૂરમાં સારી માત્રામાં કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન સી પણ જોવા મળે છે. આ માટે ખજૂરને દૂધમાં પલાળીને થોડી વાર ઉકાળો અને પછી પીવો.

કેળા

કેળા એક એવું ફળ છે, જેનો ઉપયોગ વજન ઘટાડવા અને વજન વધારવા બંનેમાં ફાયદાકારક સાબિત થાય છે. તમે દિવસમાં કેટલા કેળા ખાઓ છો તેની અસર તમારા વજન પર થાય છે. કેળામાં ઉચ્ચ કાર્બ્સ અને કેલરી સારી માત્રામાં હોય છે. દરરોજ 2 કેળા મિક્સ કરીને બનાવેલ શેક પીવાથી વજન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

બદામ

બદામનું દૂધ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ માટે પહેલા બદામને આખી રાત પલાળી રાખો અને પછી તેને પીસીને દૂધમાં મિક્સ કરો. ઉકાળેલા દૂધનું સેવન વધુ ફાયદાકારક રહેશે. આ દૂધ ઠંડું પણ પી શકાય છે. 

અંજીર 

જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેઓ દૂધમાં અંજીર મિક્સ કરીને ખાઈ શકે છે. અંજીર એ વિટામીન C, K, A અને E તેમજ મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપરનો ભંડાર છે. દૂધ સાથે તેનો ઉપયોગ કરવા માટે, પહેલા દૂધને ઉકાળો અને પછી તેમાં 2 થી 3 અંજીર નાખો. દૂધ ઉકાળ્યા પછી તેને થોડું ઠંડુ કરીને પી લો.